Connect Gujarat
ગુજરાત

રાજ્યના અનેક ડેમ ઓવર ફ્લો, પાણીની ચિંતા થશે ઓછી

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 8558 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યના અનેક ડેમ ઓવર ફ્લો, પાણીની ચિંતા થશે ઓછી
X

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા 8558 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી હાલ નર્મદા ડેમની સપાટી 114.38 મીટર પર પહોંચી છે. પાણીની આવક વધતા ધીમે ધીમે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ CHPH ના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. ટોટલ આઉટફ્લો 8409 ક્યુસેક પાણી છે. જે ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચ થી વધુ વરસાદ નોંધાતા મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો દમણગંગા નદી એ પણ તોફાની સ્વરૂપ લીધુ છે.

વાપી નજીક દમણગંગા નદી નો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, ધોધમાર વરસાદના પગલે દ્વારકાના ચરકલા પાસે આવેલ બોખરીયા ડેમ ઓવરફ્લો થયો છે. અવિરત વરસાદના પગલે 24 કલાકમાં જ બોખરીયા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. આસપાસના વિસ્તાર માટે જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે. ભારે વરસાદથી તાપી ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે. ઉકાઈ ડેમની જળ સપાટી 315.59 ફૂટે પહોંચી છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ઉકાઈ ડેમમાં 11,791 ક્યૂસેક પાણીની આવકની સામે 1000 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ ઉપરાંત વંથલીનો ઓઝત વિયર ડેમ પણ છલકાયો છે. ડેમ 2 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યુ છે. ઓઝત ડેમ ના તમામ 12 બારા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓઝત નદીમાં નવુ નીર આવ્યુ છે. સાથે જ લોકો માટે આ નજારો આહલાદક જોવા મળી રહ્યો છે. સીઝનમાં પહેલી ડેમ છલકાવાની ખુશી તેમના ચહેરા પર જોઈ શકાય છે.

Next Story