Connect Gujarat
ગુજરાત

મહેંદી મર્ડર કેસ: મારી દીકરીનો મૃતદેહ મને સોંપવામાં આવે મહેંદીના પિતાની પોલીસને અરજી

મહેંદીના પિતાએ પોલીસમાં અરજી કરી છે કે મારી દીકરીની લાશ મને સોંપવામાં આવે મારી દીકરીની સાથે જે થયું એ ઈશ્વરની મરજી

મહેંદી મર્ડર કેસ: મારી દીકરીનો મૃતદેહ મને સોંપવામાં આવે મહેંદીના પિતાની પોલીસને અરજી
X

ગાંધીનગર પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેને શિવાંશની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે મહેંદીના જીવનચરિત્ર પરથી અનેક રહસ્યો બહાર આવી રહ્યા છે.

મહેંદીના પિતાએ પોલીસમાં અરજી કરી છે કે મારી દીકરીની લાશ મને સોંપવામાં આવે મારી દીકરીની સાથે જે થયું એ ઈશ્વરની મરજી, પણ હવે મને મારી દીકરી નો મૃતદેહ સોંપવામાં આવે એવી મારી ઈચ્છા છે એમ પ્રેમીના હાથે હત્યાનો ભોગ બનેલી મહેંદી પેથાણી ના પિતા મહેબુબભાઈ જણાવ્યું હતું.અમદાવાદમાં રહેતા મહેબૂબ ભાઈની પ્રથમ પત્નીનું સંતાન મહેંદીની માતાનું અવસાન થયા બાદ તેની સારસંભાળ થોડા સમય માટે તેના પિતાએ કરી હતી. ત્યારબાદ મહેંદી અને તેની નાનીને ત્યાં ચિત્રાસણી, જૂનાગઢ ખાતે લઈ જવાઈ હતી.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કે તેમની દિકરીની હત્યાના સમાચાર સાંભળીને તેમને ઊંડો આઘાત લાગ્યો છે. આ સંજોગોમાં તેમણે પોલીસ વિભાગને અરજી કરી છે કે તેમની દીકરીના અંતિમસંસ્કાર તેમના હાથે થાય એ માટે તેની લાશ પોસ્ટમોર્ટમ પછી તેમને સોંપવામાં આવે

Next Story