Connect Gujarat
ગુજરાત

મહેસાણા: બહુચર માતાજીને રૂ.300 કરોડની કિમતના નવલખા હારનો કરાયો શણગાર,જુઓ શું છે પરંપરા

X

મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં આજે વિજયદશમીના દિવસે નવલખા હારનો શણગાર કરવામા આવ્યો હતો. હીરા જડિત અતિ મૂલ્યવાન આ હારની કિંમત 300 કરોડ રૂપિયા આંકવામા આવે છે. જેનો શણગાર વર્ષમાં વિજયાદશમીના દિવસે એક જ દિવસ કરવામા આવે છે.

આ પરંપરા છેલ્લા 177 વર્ષથી યથાવત છે.177 વર્ષ પૂર્વે જ્યારે ગાયકવાડ શાસન અમલમાં હતું. ત્યારે બરોડાના રાજવી માનાજીરાવ ગાયકાવડને પીઠની પીડા ઉપડી હતી.રાજાએ આ દુઃખ દૂર કરવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ, દુઃખ દુર ના થતા બહુચર માતાજીની માનતા રાખી હતી. રાજાની મનોકામના પૂર્ણ થતા બહુચર માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને જે તે સમયે અતિ મૂલ્યવાન ગણાતો નવલખા હાર બનાવડાવી માતાજીને અર્પણ કર્યો હતો. નવલખા હાર ની વિશેષતા એ છે કે આ હાર 177 વર્ષ પહેલા જ્યારે રાજા એ બનાવડાવ્યો હતો ત્યારે એની કિંમત 9 લાખ ની હતી જેથી આ હાર નવલખો હાર તરીકે ઓળખાય છે. જોકે હાલ ના સમય માં હારની કિંમત આશરે 300 કરોડ થી વધુ કિંમત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હારમાં 6 અતિ મૂલ્યવાન નીલમ ઝડિત છે, તેમજ 150 કરતા વધુ હીરા જડિત છે. આ હાર અતિમુલ્યવાંન હોવાના કારણે રોજિંદા દિવસોમાં મંદિર ના વહીવટી શાખાની કસ્ટડીમાં મુકવામાં આવે છે, જ્યારે વિજયા દશમી ના દિવસે આ હાર મા બહુચર ને ચડાવી થોડા કલાકો માટે દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવે છે. આ સમય ગાળા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

Next Story