Connect Gujarat
ગુજરાત

મહેસાણા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો પ્રારંભ, કલાકારોનું સન્માન કરાયું...

તાના અને રીરીએ જોડિયા બહેનો હતી, અને તેઓ ઉત્તરી ગુજરાત રાજ્યના વિસનગર નજીક વડનગરની વતની હતી.

મહેસાણા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવનો પ્રારંભ, કલાકારોનું સન્માન કરાયું...
X

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં નાયક અને તૂરી સમાજના 110 કલાકારોએ ભૂંગળ વગાડી વાતાવરણમાં સૂર-માધુર્ય છેડી રેકર્ડ પણ પ્રસ્થાપિત કર્યો હતો. આ પ્રસંગે તાના-રીરી એવોર્ડથી અનેક લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

તાના અને રીરીએ જોડિયા બહેનો હતી, અને તેઓ ઉત્તરી ગુજરાત રાજ્યના વિસનગર નજીક વડનગરની વતની હતી. આ બન્ને છોકરીઓ નરસિંહ મહેતાની નજીકની સંબંધીઓ હતી. નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠા, તાના અને રીરીની માતા હતી. નરસિંહ મહેતાના પૌત્રી શર્મિષ્ઠાના નામે વડનગરમાં તળાવ પણ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં તાના-રીરી મહોત્સવનું ઉદ્ઘાટન થયું હતું. તાના-રીરી મહોત્સવમાં ભૂંગળ વગાડીને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. નાયક અને તૂરી સમાજના 110 કલાકાર એકસાથે ભૂંગળ વગાડી વાતાવરણમાં સૂર-માધુર્ય છેડી વર્લ્ડ રેકર્ડ રચી દીધો હતો. તાના-રીરી મહોત્સવમાં ભૂંગળ વગાડવાનો નવમો ગિનિસ બુક વર્લ્ડ રેકર્ડ બન્યો છે. આ અગાઉ આ જ મહોત્સવમાં અગાઉ તબલા, હારમોનિયમ પર પણ રેકોર્ડ નોંધાયો હતો. પદ્મશ્રી વિજેતા ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ, ડૉ. વિરાજ અમર ભટ્ટને એવોર્ડ પણ અપાયો હતો તાનારીરી એવોર્ડ-2020 સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ અને વર્ષા ત્રિવેદીને અર્પણ કરાયો હતો. તાના-રીરી એવોર્ડ વર્ષ-2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ, મુંબઇ અને ડૉ. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવ્યો છે. આ એવોર્ડમાં પ્રત્યેકને રૂ 2,50,000 લાખનો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

Next Story