Connect Gujarat
ગુજરાત

મહેસાણા: IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવકને અમેરિકા મોકલવાનું કૌભાંડ ઝડપાયું

મહેસાણા: IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવકને અમેરિકા મોકલવાનું કૌભાંડ ઝડપાયું
X

વિદેશ જવાની ઘેલછા હર કોઈને હોય પણ ગુજરાતીમાં આ ક્રેઝ ચરમસીમાએ છે. મહેસાણાથી જે કૌભાંડ બહાર આવ્યું છે તે વિચારીને તમે થરથરી જશો.IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવકને અમેરિકા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે.મહેસાણા માંકણજ, ધામણવા, રામનગર અને સાંગણપુર યુવાનો સામે તપાસ કરવામાં આવી છે. કેમ કે આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલા કેનેડા પહોંચ્યા હતા. ત્યારબાદ કેનેડાથી અમેરિકા જતા સમયે બોટમાં પકડાઈ ગયા હતા.

ત્યારબાદ ચારેય યુવાનોને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં ચારેય યુવકો કોર્ટની કાર્યવાહી માં અંગ્રેજી બોલી ન શકતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મામલે અમેરિકન એમ્બેસી મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી અને પછી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે હવે મહેસાણા એસ પી એસ ઓ જી પોલીસે તપાસ સોંપી IELTS પરીક્ષા લેનાર સંસ્થા અને એજન્ટોની સામે તપાસ શરૂ કરી છે. અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખીને મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસ વડાને આ અંગે પત્ર લખ્યો હતો. જેના બાદ મુંબઈ એમ્બેસીના પત્ર ના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપી છે

Next Story