Connect Gujarat
ગુજરાત

મહેસાણા: પીએમના વતન વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના તાના-રીરી મહોત્સવ

કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

મહેસાણા: પીએમના વતન વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના તાના-રીરી મહોત્સવ
X

કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠા સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 12મી નવેમ્બરના રોજ વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-2021નો શુભારંભ કરવામાં આવશે. જ્યારે 13મીએ સાંજે તાના-રીરી મહોત્સવ સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

તાનસેનને દીપક રાગનું ગાન કરતાં, તેના શરીરમાં અગન જ્વાળા ઉઠી હતી. જેને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનો એ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દિલ્હી દરબારમાં બોલાવ્યા હતા પરંતુ તેઓ ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. આ બે બહેનો ની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાય છે.આ મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2010થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૦માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતા મંગેશકર-ઉષા મંગેશકર બહેનોને, ૨૦૧૧-૧૨માં પદ્મભુષણ ગિરીજા દેવી, ૨૦૧૨-૧૩માં કિશોરી આમોનકર, ૨૦૧૩-૧૪માં બેગમ પરવીન સુલ્તાના, ૨૦૧૪-૧૫માં સ્વર યોગીની ડૉ.પ્રભા અત્રે તેમજ ર૦૧૬-૧૭માં મંજુ મહેતા અને ડૉ. લલીથ રાવને તથા ર૦૧૭-૧૮માં પદ્મશ્રી આશા ભોંસલે અને ર૦૧૮-૧૯માં રૂપાંદે શાહ અને ર૦૧૯-ર૦માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સર્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવેલ છે.

Next Story