Connect Gujarat
ગુજરાત

મહેસાણા : યે કાતિલ અદાએ પર કાયદાનો કોરોડો વીંઝાયો, ખાખી વર્દીમાં વિડીયો બનાવનાર મહિલા કોન્સટેબલ ફરી સસ્પેન્ડ

ફરીવાર વિડિયો બનાવતા મહિલા કોન્સ્ટેબલ વિવાદમાં, ખાખી વર્દીમાં બહુચરાજી મંદિરમાં બનાવ્યા હતા વિડિયો.

X

ગુજરાત પોલીસની ખાખી વર્દી પહેરી બહુચરાજી મંદિરમાં વિડિયો બનાવી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યા હતા ત્યારે તેઓને ફરી એકવાર સસ્પેન્ડ કરવાનો જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે હાલમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીનો ફિલ્મી સોંગ પર વીડિયો વાયરલ થયો હતો. ડ્યુટીના સમયે અલ્પિતાએ ઇન્સ્ટાગ્રામમાં ફિલ્મી ગીતો પર વીડિઓ બનાવેલા હતા એ હાલમાં સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. તેના આ વીડિયો બાબતે મીડિયામાં ચર્ચાઓ શરૂ થતાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને મીડિયાની ટીકાઓ કરી હતી. તણે કહ્યું હતું કે મેં ફરજ દરમિયાન કોઈ વીડિયો બનાવ્યાં નથી.

આ મામલે એડિશ્નલ કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં હતા અને પોલીસ વિભાગ દ્વારા અલ્પિતા ચૌધરી સામે ખાતાકીય પગલા લઈ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અલ્પિતા ચૌધરીએ બે વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક બનાવ્યો હતો.જેના કારણે ડી.વાય.એસ.પી. મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. ફરીવાર અલ્પિતા ચૌધરીએ વિડીયો બનાવતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

Next Story