હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં નહીવત વરસાદ !

આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે

dem
New Update

આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ન પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પરની ઓફ શોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસ માટે નહિવત્ રહેશે.

અત્યારસુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં એકધારા પડેલા વરસાદને કારણે ખેડૂતોનાં નિંદામણ સહિતનાં કામો અધૂરાં રહે છે. આ વચ્ચે વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. તો બીજી તરફ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આજે છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Here are a few more articles:
Read the Next Article