Connect Gujarat
ગુજરાત

હવામાન વિભાગની આગાહી : આગામી 3 દિવસ માવઠાની શક્યતા, ખેડૂતો ચિંતિત...

ભર શિયાળામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીની શક્યાત જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાશે.

હવામાન વિભાગની આગાહી : આગામી 3 દિવસ માવઠાની શક્યતા, ખેડૂતો ચિંતિત...
X

ભર શિયાળામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહીની શક્યાત જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાશે. આથી 30 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 અને 2 ડિસેમ્બરે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા છે.

ગુજરાત રાજ્યના સમી, હારીજ, કડી અને બેચરાજીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અને સુરેન્દ્રનગર કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે. કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આમ આ માવઠુ ભારે કમોસમી વરસાદ વરસાવી શકે છે. ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં ચક્રાવાત ઉભા થશે. ડિસેમ્બરના બીજા સપ્તાહથી કડકડતી ઠંડી પડશે. 19 ડિસેમ્બરે ફરી હવામાન પલટાઇ શકે છે. આ ઉપરાંત 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદ થઇ શકે છે. આ રીતે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. તેમજ જાન્યુઆરી શરૂઆતમાં કડકડતી ઠંડી પડી શકે છે. ડીસેમ્બરમાં કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતોમાં ભય પ્રસરી ગયો છે. ખેડૂતો પોતાના ખેતર ઉભા પાક અંગે ચિંતીત થયા છે. કેટલાય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ પણ ખુલ્લામાં પડ્યો હોવાની વાતે પણ ખેડૂતોમાં ચિંતા છે.

Next Story