Connect Gujarat
ગુજરાત

પશ્ચિમ બંગાળમાં આજથી મિનિ લોકડાઉન,શરતો સાથે જ મળશે છૂટ

પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાના કારણે રાજ્ય સરકારે ફરીથી કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોને લાગૂ કર્યા છે

પશ્ચિમ બંગાળમાં આજથી મિનિ લોકડાઉન,શરતો સાથે જ મળશે છૂટ
X

પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાના કારણે રાજ્ય સરકારે ફરીથી કોરોના સાથે જોડાયેલા પ્રતિબંધોને લાગૂ કર્યા છે. મુખ્ય સચિવ એચના દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં લાગૂ કરેલા નવા નિયમોની જાણકારી આપતા કહ્યું કે આ તમામ પ્રતિબંધ 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. તેમણે કહ્યું કે જોખમ રહિત કેટેગરી વાળા દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ ફરજિયાત રહેશે. જ્યારે આમાંથી 10 ટકા મુસાફરોનો આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવશે.5 જાન્યુઆરીથી મુંબઈ અને દિલ્હીથી અઠવાડિયામાં ફક્ત 2 વાર સોમવાર અને શુક્રવારે ફ્લાઈટને આવવાની પરવાનગી આપવામાં આવશે. જ્યારે બ્રિટનથી કોઈ પણ ફ્લાઈટને આવવાની પરવાનગી નથી આપવામાં આવી.

રાજ્યમાં રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગે ફક્ત જરુરી સેવાઓને પરવાનગી રહેશે.

લોકલ ટ્રેન સાંજે 7 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે.

તમામ શોપિંગ મોલ અને માર્કેટ રાતના 10 વાગ્યા સુધી અડધી ક્ષમતાની સાથે ખુલા રહેશે

કોલકત્તામાં મેટ્રો ટ્રેન સેવાઓ 50 ટકાની ક્ષમતા સાથે જારી રહેશે.

સરકારી અને પ્રાઈવેટ બન્ને ઓફિસ 50 ટકા સ્ટાફની સાથે કામ કરતા રહેશે.

સિનેમા હોલ અને થિયેટર્સને પણ 50 ટકા ક્ષમતાની સાથે ખોલવાની પરવાનગી રહેશે.

એક સમયમાં વધારેમાં વધારે 200 વ્યક્તિઓની સાથે મિટિંગ અને કોન્ફ્રેન્સ કરવાની પરવાનગી રહેશે.

બાર અને રેસ્ટોરેન્ટને 50 ટકાની ક્ષમતાની સાથે રાતના 10 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી રહેશે.

જ્યારે ખાવામાં અને અન્ય જરુરી સામાનોની હોમ ડિલીવરી પૂર્વ નિર્ધારિત સમય અનુસાર રહેશે.


Next Story