Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના ગુમ થયેલા MLA કાંતિ ખરાડીની ભાળ મળી, પોતાના અપહરણને લઇ ભાજપ પર લગાવ્યો આક્ષેપ…

ગત તા. 4 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાનું બહાર આવ્યું હતું

કોંગ્રેસના ગુમ થયેલા MLA કાંતિ ખરાડીની ભાળ મળી, પોતાના અપહરણને લઇ ભાજપ પર લગાવ્યો આક્ષેપ…
X

ગત તા. 4 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે આજે સવારે તે મળી ગયા હોવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માહિતી આપી છે.

ગુજરાત રાજ્યમાં આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે, ત્યારે ગત તા. 4 ડિસેમ્બરની રાતે બનાસકાંઠા જિલ્લાના દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાની વાત સામે આવી હતી. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે, ત્યારે હાલ મળતી માહિતી મુજબ કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય કાંતિ ખરાડી મળી હોવાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માહિતી આપી છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ છે કે, અમારે ફોન પર વાતચીત થઇ છે, અને તેઓ મળી ગયા છે. ગુમ થવા અંગે કાંતિ ખરાડીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેઓ પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

Next Story