Connect Gujarat
ગુજરાત

કમલમ જેપી નડ્ડાના કાર્યક્રમમાં 4 મોબાઈલ ચોરાતાં 'ઓહાપોહ'

માત્ર સામાન્ય લોકોના નહિ પણ મીડિયા કર્મીઓના પણ મોબાઈલ ચોરાયો છે આમ જેપી નડ્ડાના સ્વાગતમાં કમલમમાં અંધાધૂંધી સર્જાઈ હતી.

કમલમ જેપી નડ્ડાના કાર્યક્રમમાં 4 મોબાઈલ ચોરાતાં ઓહાપોહ
X

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા આ તકનો લાભ ચોરોએ પણ ભરપૂર લીધો જો સૂત્રોનું માનીએ તો કમલમ ખાતેથી 4 થી વધુ લોકોના મોબાઈલ ચૉરાયા હતા મોબાઈલ ચોરાયા બાદ મળવા પણ મુશ્કેલ છે કારણકે ત્યાં હાજર રહેનારાઓની સંખ્યા મોટી હોઈ મોબાઈલ ચોરી કરી ચોરો ફરાર થઇ ગયા હતા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે અમદાવાદની મુલાકાતે છે અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે ત્યારે તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવ્યા હતા અહીં તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા આ તકનો લાભ લઇ કેટલાક એવા લોકોએ લીધો કે અનેક લોકોના મોબાઈલ ચોરાયા હતા ભીડનો લાભ લઇ ચોરો ફરાર થઇ ગયા ......માત્ર સામાન્ય લોકોના નહિ પણ મીડિયા કર્મીઓના પણ મોબાઈલ ચોરાયો છે આમ જેપી નડ્ડાના સ્વાગતમાં કમલમમાં અંધાધૂંધી સર્જાઈ હતી.

ભારે ધક્કા મૂકી થતા આ સમયે મોબાઈલ ચોરવામાં આવ્યા. ભારે સિક્યુરિટી બંદોબસ્ત હોવા છતાં આ ઘટના બની હતી એટલુંજ નહિ કમલમ ભાજપનું પ્રદેશ કાર્યાલય છે અને આખું કાર્યાલય સીસીટીવીની નજરમાં છે આ પ્રથમ બનાવ નથી કે આવી ઘટના ઘટી હોઈ પહેલા પણ અનેક રાજનેતાઓના કાર્યક્રમમાં આવી ઘટના બની છે .

Next Story
Share it