Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં મોનસૂન ફરી સક્રિય; રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના

ગુજરાત રાજ્યમાં ચોમાસુ આવતીકાલથી ફરી સક્રિય થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં મોનસૂન ફરી સક્રિય; રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના
X

ગુજરાત રાજ્યમાં ચોમાસુ આવતીકાલથી ફરી સક્રિય થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આવતીકાલથી ફરીથી રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે.

આવતીકાલે અમદાવાદ, આણંદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો 12 જુલાઈએ નર્મદા, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં ભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એ જ રીતે 13 જુલાઈએ આણંદ, સુરત, ભરૂચ, ભાવનગર, વલસાડ, દમણમાં અતિ ભારે, તો દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

ત્યારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ફાળદંગ, ડેરોઈ અને રફાળા સહિતના ગામડાઓમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. કોટડાસાંગાણી તાલુકાના સાંગણવા, મેંગણી, નાની મેંગણી, રીબ અને હડમતાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 20 દિવસ બાદ વરસાદ પડતાં ખેડૂતો અને માલધારીઓએ આશા ફરી બંધાઈ છે. કારણ કે આ વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે.

Next Story