Connect Gujarat
ગુજરાત

મોરબી : હનીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીને ગોળીએ વિંધી નંખાયો, બે સાગરિતો પણ ઘાયલ

મોરબી : હનીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીને ગોળીએ વિંધી નંખાયો, બે સાગરિતો પણ ઘાયલ
X

મોરબીના ભકિતનગર સર્કલ પાસે હનીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીની હત્યા કરવામાં આવી છે. બોલેરો જીપમાં આવેલાં હુમલાખોરોએ મામુ દાઢી અને તેના બે સાગરિતો પર ગોળીઓ ચલાવી હતી જેમાં મામુ દાઢીનું મોત થયું છે જયારે તેના બે સાગરિતોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે બનેલા ફાયરિંગના બનાવમાં નીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીની હત્યા કરી દેવામાં આવી છે. બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલો હનીફ કાસમાણી ઉર્ફે મામુ દાઢીને ટાર્ગેટ કરી કરવામાં આવ્યો હતો આ અગાઉ અગાઉ હનીફ કાસમાણીની ગેંગે એક વાસમાં હુમલો કર્યો હતો. એક વાસની ઘટના બાદ હનીફ કાસમાણીની હત્યા અંગત અદાવત તરફ ઇશારો કરી રહી છે.

ગત રાત્રિના સમયે મોરબી કંડલા બાયપાસ પર ભક્તિનગર સર્કલ પાસે નવા બની રહેલા ઓવરબ્રિજ પાસે સાડા 9 વાગ્યાના અરસામાં મામુદાઢી તથા તેના બે સાગરિતો ઉપર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જે બાદ હુમલામાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મામુદાઢીનું સ્થળ પર જ મોત થયું હતું. તેના બે સાગરિતોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બનાવની જાણ થતાં મોરબીની હોસ્પિટલની બહાર લોકોના ટોળા એકત્ર થઇ ગયાં હતાં. ઘટના બાદ મોરબી એસપી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં હતાં.

Next Story
Share it