ગુજરાતમાંથી વધુ 24 કિલો ડ્રગ્સ ઝડપાયું, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 120 કરોડનો અંદાજ
ડ્રગ્સ મામલે ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગત બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ 24 કિલો હેરોઇન સાથે 3 લોકોની

ડ્રગ્સ મામલે ગુજરાત ATSને વધુ એક સફળતા મળી છે. ગત બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ 24 કિલો હેરોઇન સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઝડપાયેલા હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 120 કરોડ હોવાનું આંકવામા આવી રહ્યુ છે. બુધવારે જામ કલ્યાણપુરના નાવદ્રામાંથી અનવર ઉર્ફે અને મુસા પટેલીયાના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. આ મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડ રાજસ્થાની, ઈશા રાવના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયાથી અટકાયત કરવામાં આવી છે.
ગત તા. 14 નવેમ્બરના રોજ ગુજરાત એ.ટી.એસ.ની ટીમે ગુપ્ત બાતમી આધારે મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામે એક મકાનમાં રેડ કરી હતી. જેમાં અંદાજે 600 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું. જેમાં 3 આરોપીઓ મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર, સમસુદ્દીન સૈયદ, ગુલામ હુસૈન ઉમર ભગાડની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલ આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમિયાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છુપાવેલ હોવાની કબૂલાત કરી હતી. જે બાદ તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના ઘરમાંથી અંદાજે 24 કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ હેરોઈન કન્સાઈનમેન્ટ વધુ તપાસ તથા પકડાયા આરોપીની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી હતી. આ હિરોઈન કન્સાઈનમેન્ટમાંથી 12 કિલો જેટલી હિરોઈનના જથ્થાની ડિલિવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારિયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફિયાઓ ભોલા શૂટર માણસ નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરી હતી. ત્યારબાદ બાકીના ડ્રગ્સની ડીલીવરી માટે ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિંદ યાદવ અને મળવા જવાનો હોવાની માહિતી મળી હતી, જે આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતા, જે દરમિયાન 2 આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફ બિંદુને શિરોહી, રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની...
29 Jun 2022 9:18 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથને ચંદનના લેપ કરી આંખે પાંટા બાંધી કરાઇ...
29 Jun 2022 9:12 AM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ ભંડારો યોજાયો,પૂર્વ...
29 Jun 2022 9:06 AM GMTઅંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા
29 Jun 2022 8:24 AM GMTગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ,...
29 Jun 2022 8:20 AM GMT