Connect Gujarat
ગુજરાત

મુન્દ્રા ડ્રગ્સ મામલો, ગુજરાત એટીએસે પંજાબથી આરોપીને દબોચ્યો

મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાત ATS અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપેલા 376 કરોડના ડ્રગ્સ મામલે ગુજરાત ATS એ એક શખ્સની પંજાબથી ધરપકડ કરી છે.

મુન્દ્રા ડ્રગ્સ મામલો, ગુજરાત એટીએસે પંજાબથી આરોપીને દબોચ્યો
X

મુન્દ્રા પોર્ટ પરથી ગુજરાત ATS અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપેલા 376 કરોડના ડ્રગ્સ મામલે ગુજરાત ATS એ એક શખ્સની પંજાબથી ધરપકડ કરી છે. ગુજરાત ATS એ દિપક કિંગર નામના શખ્સની ધરપકડ કરી છે. દિપક કિંગરને ભુજ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રાન્ઝિટ વોરંટના આધારે દિપકના રિમાન્ડ મેળવવા માટે ગુજરાત ATS ભુજ આવી હતી. કોર્ટે દિપકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગુજરાત એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી એક કન્ટેનરમાંથી આશરે 75.3 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ 75.3 કિલો હેરોઈન ની કિંમત આશરે 376 કરોડ રૂપિયા થાય છે. ત્યારે આ મામલે ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, આ હિરોઈનનું કન્સાઈનમેન્ટ સંયુક્ત આરબ અમીરાત થી મુન્દ્રા પોર્ટ ખાતે મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી તેને પંજાબ લઇ જવાનું હતું.ગુજરાત પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમ અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુન્દ્રા પોર્ટ ખાતે રાખવામાં આવેલા શંકાસ્પદ કન્ટેનરને ટ્રેસ કરી તેની તપાસ હાથ ધરતા કન્ટેનરમાં રાખવામાં આવેલી કાપડની બેગ માંથી હિરોઈન પાવડર મળી આવ્યો હતો.ત્યાર બાદ આરોપી દિપક કિંગર ની ધરપકડ કરવામાં આવી છે દિપક નો શું રોલ હતો તે કોના કોના સંપર્કમાં હતો આ તમામ બાબતે તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે

Next Story
Share it