Connect Gujarat
ગુજરાત

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચર્જિંગમાં મુકેલી ઇ-રીક્ષામાં આગ લાગતાં ભડભડ બળી ઉઠી…

કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની અવરજવર માટે ઈ-કાર અને ઈ-રિક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ચર્જિંગમાં મુકેલી ઇ-રીક્ષામાં આગ લાગતાં ભડભડ બળી ઉઠી…
X

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની અવરજવર માટે ઈ-કાર અને ઈ-રિક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ કેવડીયાને ઈ-વિહિકલ સિટી તરીકે વિકસિત કરવાની ઝુંબેશ ચાલી રહી છે. તેવામાં ગત સોમવારે ચાર્જિંગમાં મુકાયેલી ઈ-રિક્ષામાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેના કારણે ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ગત સોમવારે બપોરના સમયે કેવડીયા નજીક પાર્કિંગમાં રહેલી ઈલેક્ટ્રીક રિક્ષાઓને ચાર્જિંગ કરવા માટે મુકવામાં આવી હતી. તે દરમ્યાન એક ઈલેક્ટ્રીક રીક્ષામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, રીક્ષામાં આગ લાગતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી અને આગ બુઝાવી હતી. આ ઈલેક્ટ્રીક રીક્ષાને ચાર્જિંગમાં મૂકી હતી, ત્યારે અચાનક તેમાં સ્પાર્ક થતાં જ ઈલેક્ટ્રીક રીક્ષા સળગી ઉઠી હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું છે. તો બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનોમાં વધતાં આગના બનાવોના કારણે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા કે, કેમ તે પણ લોકોના મનમાં સવાલો ઊભા થયા છે.

Next Story