Connect Gujarat
ગુજરાત

નર્મદા : કાળઝાળ ઉનાળામાં પણ SOU આકર્ષણનું કેન્દ્ર, રોજના 20 થી 25 હજાર સહેલાણીઓ લે છે મુલાકાત

ઉનાળાની કાળજાળ ગરમી હોય તેમ છતાં નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

X

ઉનાળાની કાળજાળ ગરમી હોય તેમ છતાં નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ વર્ષે તત્ર દ્વારા પણ ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે શાળાઓનું ઉનાળુ વેકેશન પડી ગયું છે આ વેકેશનમાં માતા પિતા પોતાના બાળકોને હરવાફરવા માટેનું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પસંદ કરી રહ્યા છે. ભલે ઉનાળાનું તાપમાન 41થી 42 ડિગ્રી તાપમાન હોઈ પરંતુ પ્રવાસીઓ સ્ટેચ્યું ઓફ યુનિટીને જ પસંદ કરી રહ્યા છે અને જેને કારણે જ રોજના 20 થી 25 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યું ઓફ યુનિટી પર આવી રહ્યા છે અને સ્ટેચ્યું ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા પણ પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ પણ વધારવામાં આવી છે.

ગુજરાત માં પણ ગરમીનું પ્રમાણ આ વર્ષે 42 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યું છે, ત્યારે સ્ટેટ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં પણ આ વખતે ગરમીએ માઝા મુકી છે પરંતુ આ ગરમીમાં પણ પ્રવાસીઓનું આકર્ષણ ઓછું થયું નથી અને તેનું કારણ એ છે કે અહીં આવતા પ્રવાસીઓ માટે તંત્ર તરફથી ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અશક્ત અને ચાલી ન શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ છે. દરેક જગ્યાએ પ્રવાસીઓને પીવાનું ઠંડુ પાણીની સુવિધા કરવામાં આવી અને જે કેનોપી બનાવવામાં આવી છે.જેના પર પાણીનો છંડકાવ કરી ગરમીને ઓછી કરવામાં આવી રહી છે. ઉપરાંત જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં તમામ જગ્યા એ શેડ બનવવામાં પણ આવ્યા છે.

Next Story