Connect Gujarat
ગુજરાત

નર્મદા : જાપાનના રાજદૂત યુત સતોશી સુઝુકીએ SOUની મુલાકાત લીધી, પ્રતિમાનો આકાર જોઇ થયા અભિભૂત

યુત સતોશી સુઝુકીએ SOUની મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવાનો આ સાનદાર અવસર પુરો પાડવા બદલ આભાર વ્યક્ત કરૂ છુ.

નર્મદા : જાપાનના રાજદૂત યુત સતોશી સુઝુકીએ SOUની મુલાકાત લીધી, પ્રતિમાનો આકાર જોઇ થયા અભિભૂત
X

ભારત સ્થિત જાપાનના રાજદૂત યુત સતોશી સુઝુકીએ આજે પોતાના પ્રતિનિધિ મંડળ સાથે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલી અર્પણ કરી હતી. આ અવસરે જાપાનના રાજદૂત યુત સતોશી સુઝુકીએ SOUની મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવાનો આ સાનદાર અવસર પુરો પાડવા બદલ આભાર વ્યક્ત કરૂ છુ. પ્રતિમાનો આકાર જોઇને હું અભિભુત થયો છું.

સાથે આ પ્રતિમાને ભારતની એકતાના પ્રતિકરૂપે બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી હું ઘણો પ્રભાવિત થયો છું. ભારત સ્થિત જાપાનના રાજદૂત યુત સતોશી સુઝુકીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

Next Story