Connect Gujarat
ગુજરાત

નર્મદા: ફાયનાન્સ કંપનીના મહિલાકર્મીને આંતરીને રૂપિયા 1.55 લાખની લૂંટ, ત્રણ આરોપીની ધરપકડ

1.55 લાખની લૂંટ ચલાવનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

નર્મદા જિલ્લાના આમલેથા નજીક ફાયનાન્સ કંપનીના મહિલા કર્મચારીઓને આંતરીને રૂપિયા 1.55 લાખની લૂંટ ચલાવનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સણાદ્રા ગામ અને તેની આજુબાજુના ગામોમાં મહિલા બચતમાં રોકાણકારો પાસેથી રૂપિયા ઉઘરાવી ગત 15 ઓક્ટોબકના રોજ બપોરે ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બૅકમાં કામ કરતા બે મહિલા કર્મચારીને લૂંટી ત્રણ ઈસમોએ તેમની પાસેના 1.55 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હતા.

આ બાબતની ફરિયાદ આમલેથા પોલીસમાં નોંધાવતા નર્મદા LCB એ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી જેમાં લૂંટારૂઓ ખેતરમાં જઈ લૂંટના રૂપિયાનો ભાગ પાડે એ પહેલા જ પોલીસે તેઓને ઝડપી લીધા હતા.પોલીસે કાંતિ વસાવા,દિપક વસાવા અને જગદીશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જીલ્લામાં ધોળા દિવસે લૂંટ થતા ચકચાર મચી જવા પામી હતી ત્યારે પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Next Story