Connect Gujarat
ગુજરાત

નર્મદા : જળમાં દેખાયા "સરદાર", સરોવરમાં જોવા મળ્યા આહલાદક દ્રશ્યો...

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ એકતા ક્રૂઝ મારફતે જળ માર્ગે આવી SOUને નિહાળી રહ્યા છે

નર્મદા : જળમાં દેખાયા સરદાર, સરોવરમાં જોવા મળ્યા આહલાદક દ્રશ્યો...
X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન સ્થળ બન્યું છે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ એકતા ક્રૂઝ મારફતે જળ માર્ગે આવી SOUને નિહાળી રહ્યા છે, ત્યારે પાણીના પ્રતિબીંબમાંથી SOUને ઉભરતું જોવાનો લ્હાવો પ્રવાસીઓ માણી રહ્યા છે.

વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલના વિશાળ સ્ટેચ્યુના લોકાર્પણને 3 વર્ષ વીતી ગયા છે, ત્યારે છેલ્લા 3 વર્ષમાં આ વિશાળ પ્રતિમાને જોવા અહી લાખો લોકો આવી ગયા છે. પરંતુ આ વર્ષે અહી SOUને નિહાળવાનો મોકો કંઈક અલગ જ છે. સ્ટેટ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા જવાની વિશેષતા એ છે કે, અહી પ્રવસીઓ અત્યાર સુધી રસ્તા અને હવાઈ માર્ગે SOU જોઈ શકતા હતા. જે હવે જળ માર્ગે પણ નિહાળી શકાય છે.

જોકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને પાણીના પ્રતિબીંબમાંથી ઉભરતી જોવાનો લ્હાવો આ વર્ષે પ્રવાસીઓ મેળવી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે, એકતા ક્રૂઝમાં બેસી પ્રવાસીઓ અનેરા આનંદ સાથે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લાની સરાહના પણ કરી રહ્યા છે. ફરવા આવતા પ્રવાસીઓ માટે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સહિત ખાણીપીણીના એકતા ક્રૂઝ બોટમાં કાઉન્ટર અને સ્ટોલ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેથી હવે ક્રૂઝની સફર સાથે ડાન્સ અને ડિનરની પણ સુવિધા મળતા જળ માર્ગે SOU નિહાળવાનો લ્હાવો પ્રવાસીઓ લઈ રહ્યા છે.

Next Story