Connect Gujarat
ગુજરાત

નર્મદા : જીતગઢથી ગોરા સુધીની કેનાલનું 15 વર્ષ બાદ રીપેરીંગનું મુહુર્ત નીકળ્યું

કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢથી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી.

નર્મદા : જીતગઢથી ગોરા સુધીની કેનાલનું 15 વર્ષ બાદ રીપેરીંગનું મુહુર્ત નીકળ્યું
X

નર્મદા જીલ્લામાં કરજણ જળાશય યોજના આધારીત જમણા કાંઠાની નહેરનું જીતગઢથી ગોરા સુધીના ભાગના રીપેરીંગની કામગીરીનો સાંસદ મનસુખ વસાવાએ પ્રારંભ કરાવ્યો હતો. કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢથી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી. ૧૫ વર્ષથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે એક ટીપું પાણી પણ મળતું ન હતું, તેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ દુઃખી હતા. ૧૫ વર્ષ પહેલા આ નહેરો કરોડના રૂપિયાના ખર્ચે રીપેરીંગ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટરોએ તકલાદી કામ કર્યું હોવાના કારણે જે વર્ષે રીપેરીંગ કર્યું હતું અને તે જ વર્ષે કેનાલોમાં મોટા ગાબડાંઓ પડી ગયા અને કુવાઓ તૂટી ગયાં છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરતા તેઓએ અંદાજીત ૧૬ કી.મી. સુધી કેનાલના કામ માટે ૧૪ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. આ કેનાલના રીપેરીંગની કામગીરીનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

અગાઉ પણ ૦૫ મહિના પહેલા જીતગઢથી ગુવાર સુધીની મેઈન કેનાલનું રૂપિયા ૦૬ કરોડના ખર્ચે નવીનીકરણનું કામ થઇ રહ્યું છે તથા ડાબા કાંઠાની મુખ્ય નહેરનું કામ રૂપિયા ૨૨ કરોડના ખર્ચે ૦૧ વર્ષ પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે. કરજણ જળાશય નહેરોનું મોટા ભાગનું નવીનીકરણ થઈ ગયું છે. બાકીના જે વિસ્તારોના માઇનોર-સબ માઈનોરના કામો પણ નવા બજેટ વર્ષમાં મંજુર કરાવી દેવા માટે સાંસદે પ્રયાસો કર્યા છે. આગામી દિવસોમાં નાંદોદ, ગરુડેશ્વર, ઝગડીયા તથા વાલીયા વિસ્તારના કમાન્ડ એરિયાના ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે..

Next Story