Connect Gujarat
ગુજરાત

નર્મદા : સરદાર પ્રતિમાથી સરકારને કરોડોની આવક, છતાં પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા અત્યંત બિસ્માર બન્યો છે,

નર્મદા : સરદાર પ્રતિમાથી સરકારને કરોડોની આવક, છતાં પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર
X

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ વરસાદના કારણે ધોવાઈ જતા અત્યંત બિસ્માર બન્યો છે, માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને મુશ્કેલઓનો સામનો કરવો પડી રહ્યો છે, અંકલેશ્વરથી રાજપીપળા તરફ જતા વાહનોને ઝઘડિયા, રાજપારડી સહિત માર્ગ પર પડેલા ખાડાઓના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે.

થોડા દિવસો પહેલાં જ અંકલેશ્વરથી રાજપીપલા સુધીના માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું હતું. જે પહેલા વરસાદે જ ઉખડીજતાં રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. સરકાર દ્વારા સરદાર પ્રતિમા પર આવતા પ્રવાસીઓ પાસેથી કરોડો રૃપિયાની આવક કરવામાં આવે છે પરંતુ પ્રતિમાને જોડતો માર્ગ અત્યંત બિસમાર હોવાથી પ્રવાસિઓ ને ખુબજ મુસ્કેલીનો સામનો કરે છે, ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા સહિત માર્ગ પર વારંવાર અકસ્માતોના બનાવો બની રહ્યાં છે તો હવે સરકાર દ્વારા સરદાર પ્રતિમાની કરોડોની આવક માંથી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે..

Next Story