Connect Gujarat
ગુજરાત

ભારત-તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન જમ્મુમાં યોજાયું, જામનગર સહિત દેશભરના પ્રતિનિધિઓ જોડાયા...

જમ્મુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બુધ્ધિષ્ટ સ્ટડીઝ અને ભારત તિબ્બત સંઘ દ્વારા જમ્મુ ખાતે ભારત-તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું.

ભારત-તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન જમ્મુમાં યોજાયું, જામનગર સહિત દેશભરના પ્રતિનિધિઓ જોડાયા...
X

જમ્મુ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બુધ્ધિષ્ટ સ્ટડીઝ અને ભારત તિબ્બત સંઘ દ્વારા જમ્મુ ખાતે ભારત-તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં તિબ્બત સરકાર (નિર્વાસિત)ના વડાપ્રધાન (સિક્યોંગ) પેમ્પા ત્સેરિંગ તથા સેનાના નિવૃત અધિકારીઓ તેમજ દેશભરમાંથી જોડાયેલા પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જમ્મુ ખાતે યોજાયેલ સંમેલનમાં અરુણાચલ, સિક્કિમ, આસામ, હિમાચલ, ઉતરાખંડ અને વેસ્ટર્ન સેકટર લડાખ સહિત ગુજરાતનાં પ્રતિનિધિઓ જોડાયા હતા. ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોશી (બાપજી)ની આગેવાની હેઠળ પ્રદેશ મહિલા વિભાગના અધ્યક્ષ ડો. મુણાલિની ઠાકરના માર્ગદર્શન સાથે અમદાવાદના ડો. હેતલ પંડ્યા, જામનગરના ડીમ્પલ રાવલ, વિગેરે જોડાયા હતા. આ સંમેલનમાં ભારત અને તિબ્બતના પુરાતન સંબંધો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, તેમજ વેદોમાં પણ ભારત અને તિબ્બેત ના સંબંધો અંગે ઉલ્લેખ છે, તે અંગે ચર્ચા કરાઇ હતી, વધુમાં તિબ્બેતના નિર્વાસિત સરકારના વડાપ્રધાન પેમ્પા ત્સેરિંગએ જણાવ્યુ હતું કે, ચીનનો આક્રમક રવૈયો તેની અસુરક્ષાની ભાવના છતી કરે છે, ચીનનો હેતુ એશિયામાં પોતાનો દબદબો કાયમ માટે પ્રસ્થાપિત કરવાનો રહ્યો છે, ચીનનો મુખ્ય ઉદેશ ભારતને રોકવાનો છે, જેથી કરીને તેમને કોઈ પડકાર ફેંકી ન શકે, આ માટે તે ભારત સરકારને પરેશાન કરવા વિવિધ કાર્યવાહી કરતું રહે છે, તિબ્બેતના પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, આધ્યાત્મિક ગુરુ દલાઇલામાએ હંમેશા ભારત અને ચીન સારા પાડોશી બની રહે તે બાબતને સમર્થન કર્યું છે.

જોકે, 2 દિવસીય રાષ્ટ્રીય સંમેલનમા રાષ્ટ્રીય મહાસચિવ સૌરભ સાશ્વતજીએ રાષ્ટ્રીય કાર્યકારણી જમ્મુનો સંદેશભરમાં કાર્યકર્તાઓ લઈ જશે તેવું જણાવ્યુ હતું, આ સંમેલનમાં તિબ્બેતની આઝાદી માટે તથા સ્કૂલના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા માટેનો પ્રસ્તાવ પસાર કરાયો હતો, સંમેલનમાં પાસ કરવામાં આવેલા પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે, સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોશી (બાપજી) પ્રદેશ મહિલા વિભાગના ડીમ્પલ રાવલ, હેતલ પંડ્યાનું વિશેષ સન્માન નિર્વાસિત તિબ્બેત સરકારના વડાપ્રધાન પેમ્પા ત્સેરિંગ અને રાષ્ટ્રીય મહાસચિવ સૌરભ સાશ્વતજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમા ડો. કુલદીપ શર્મા, વિવેક સિંઘલ, આર.સિ.શર્મા, અશ્વિની શર્મા, પ્રદ્યુમનજી, રાજેશજી, કાંથલજી, રાજેશકુમારજી વિગેરેએ જહેમત ઉઠાવી હતી, તેમ રાજેશ ભાતેલિયા સહસંયોજક મીડિયા આઇટી વિભાગ ગુજરાત પ્રાંત, ભારત તિબ્બત સંઘની યાદીમાં જણાવ્યુ છે. ભારત તિબ્બત સંઘનું રાષ્ટ્રીય સંમેલન 2 દિવસ માટે જમ્મુમાં યોજવામાં આવ્યું હતું. જેમાં દેશભરના પ્રતિનિધિઓ જોડાયા હતા, તેમજ નિર્વાસિત તિબ્બત સરકારના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા, આ સંમેલનમા ગુજરાત પ્રદેશ મહિલા વિભાગના સચિવ ડીમ્પલ રાવલે જામનગરમાં રાજવી પરિવાર દ્વારા આશરા ધર્મ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. જામ દિગ્વિજયસિંહ દ્વારા બીજા વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના એક હજાર બાળકોને આશ્રય આપવામાં આવ્યો હતો. તેમજ વર્તમાન જામસાહેબ જામ શત્રુશલ્યસિંહજી દ્વારા અંદાજે છેલ્લા 25 વર્ષથી નિર્વાસિત તિબેટીયનોને શહેર મધ્યમાં વેપાર માટે વિનામુલ્યે હજારો ફૂટ જગ્યા ફાળવવામાં આવે છે, સાથોસાથ તેઓની સલામતી માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે, આ અંગે સંમેલનમા મંચ ઉપરથી માહિતી પૂરી પાડવામાં આવી હતી, પ્રદેશ સચિવ ડીમ્પલ રાવલે જામનગર અંગેની આ વિગત જમ્મુમાં રાષ્ટ્રીય સંમેલનમા જણાવતા ઉપસ્થિત દેશભરના પ્રતિનિધિઓએ આ વાતને વધાવી લીધી હતી.

Next Story