Connect Gujarat
ગુજરાત

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે:ગુજરાતમાં નથી સકારાત્મક સ્થિતિ, 1000 પુરુષે 965 મહિલાઓ

દેશમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 જાહેર કરવામાં આવ્યો. ત્યારે તેમાં પ્રથમ વખત પ્રતિ 1000 પુરુષની સરખામણીએ મહિલાઓ 1020 દર્શાવાતાં સકારાત્મક સ્થિતિ જણાઇ હતી.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે:ગુજરાતમાં નથી સકારાત્મક સ્થિતિ, 1000 પુરુષે 965 મહિલાઓ
X

દેશમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 જાહેર કરવામાં આવ્યો. ત્યારે તેમાં પ્રથમ વખત પ્રતિ 1000 પુરુષની સરખામણીએ મહિલાઓ 1020 દર્શાવાતાં સકારાત્મક સ્થિતિ જણાઇ હતી. દેશમાં પુરુષની સરખામણીએ મહિલાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ ગુજરાતમાં હજુ આવી સકારાત્મક સ્થિતિ આવી નથી. ગુજરાતમાં આ રેશિયો 1000 પુરુષે 965 મહિલાઓનો છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 23 રાજ્યોની સરખામણીએ ગુજરાત પ્રતિ પુરુષે મહિલા મામલે નબળી સ્થિતિ ધરાવે છે.

દેશમાં બિહારમાં આ રેશિયો 1000 પુરુષે 1090 મહિલા, ઉત્તર પ્રદેશમાં 1017 મહિલા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 પ્રમાણે ગુજરાતમાં 1000 પુરુષે 950 મહિલા હતી. જેથી જોવા જઇએ તો આ સમયગાળામાં ગુજરાતમાં સ્થિતિ સુધરી છે પરંતુ અન્ય રાજ્યની સરખામણીમાં સ્થિતિ નબળી દેખાઈ રહી છે.આ સર્વે અનુસાર સમગ્ર દેશમાં પ્રથમ વખત પુરુષ કરતાં મહિલાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં 1 હજાર પુરુષે મહિલાનું પ્રમાણ 1020 છે. બીજી તરફ ગુજરાતમાં 1 હજાર પુરુષે માત્ર 965 મહિલા છે. જ્યારે, કેરળમાં 1 હજાર પુરુષે 1121 મહિલા સાથે સૌથી સારી સ્થિતિ છે. બીજી તરફ દિલ્હિીની વાત કરીએ તો, પ્રતિ 1 હજાર પુરુષે માત્ર 913 મહિલા છે, આ સૌથી નબળો રેશિયો છે.ગુજરાતમાં પ્રત્યેક મહિલાએ શહેરમાં ફર્ટિલિટી રેટ 1.6 બાળક અને ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકનો છે. છેલ્લા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ગુજરાતમાં ફર્ટિલિટી રેટ 2 ટકા હતો અને તે હવે 1.9 ટકા થયો છે

Next Story