Connect Gujarat
ગુજરાત

નવસારી : દાંડીથી દિલ્હીના રાજઘાટ સુધી નીકળી BSFના જવાનોની "સાયકલ યાત્રા"

આઝાદીના અમૃત મોહત્સવની કરાય અનોખી ઉજવણી, BSFના જવાનોએ દાંડીથી કાઢી વિશાળ સાયકલ યાત્રા.

X

દેશની સરહદો પર રાત-દિવસ ચાંપતી નજર રાખતા BSFના જવાનોએ આઝાદીના અમૃત મોહત્સવને યાદગાર બનવવા સાયકલ યાત્રા યોજી હતી. જેમાં નવસારીની પવિત્ર ભૂમિ જે ગાંધીના દાંડીના નામે ઓળખાય છે, ત્યાંથી સાયકલ યાત્રાની શુભ શરૂઆત કરવામાં હતી.

અહિંસાના પૂજારી ગાંધીબાપુ અને સ્વતંત્ર સેનાનીએ આપેલ બલિદાનને યાદ કરતા BSFના જવાનોએ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી હતી. જેમાં મહાત્મા ગાંધીએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજી હુકુમતને હચમચાવી મૂકી હતી. તેવા સ્થળ દાંડીથી લઈને દિલ્હીના રાજઘાટ સુધી BSFના જવાનો દ્વારા સાયકલ યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કહી શકાય કે, BSFના જવાનો દ્વારા આઝાદીના અમૃત મોહત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

Next Story