Connect Gujarat
ગુજરાત

નવસારી : જિ.પં.ના શાસકોએ બુધ્ધિનું દેવાળું ફુકયું, છાત્રોના પગની સાઇઝ ખબર ન હતી અને ખરીદયાં 92 લાખ રૂા.ના બુટ

નવસારી જિલ્લા પંચાયતના શાસકોએ બુધ્ધિના બારદાન સાબિત થતાં હોય તેવી ઘટના સામે આવી છે.

નવસારી : જિ.પં.ના શાસકોએ બુધ્ધિનું દેવાળું ફુકયું, છાત્રોના પગની સાઇઝ ખબર ન હતી અને ખરીદયાં 92 લાખ રૂા.ના બુટ
X

નવસારી જિલ્લા પંચાયતના શાસકોએ બુધ્ધિના બારદાન સાબિત થતાં હોય તેવી ઘટના સામે આવી છે. નવસારી જિલ્લા પંચાયત હસ્તક આવતી ૩૮૯ શાળાઓ ના ૬ થી ૮ ના વિદ્યાર્થીઓના પગના માપ આપ્યા વગર જ 92 લાખ રૂપિયાના બુટની ખરીદી કરી બુધ્ધિનું પ્રદર્શન કર્યું હોવાના આક્ષેપ વિપક્ષી સભ્યોએ કર્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ અને પુસ્તકો આપતી હતી પણ હવે તેમાં બુટનો વધારો કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પંચાયતના સત્તાધીશો અને કર્મીઓએ બુધ્ધિનું દેવાળુ ફુંકી દીધું છે. જિલ્લા પંચાયત હસ્તકની 389 શાળાઓના હજારો વિદ્યાર્થીઓને બુટ આપવામાં આવ્યાં છે પણ કેટલાય વિદ્યાર્થીઓને બુટ આવી રહેતાં નથી. વિદ્યાર્થીઓના પગના માપ લીધા વગર બુટનું વિતરણ કરતા જિલ્લા પંચાયત ની પોલ ખુલી ગઈ છે. આળસ કરવા ટેવાયેલું તંત્ર વિદ્યાર્થીના પગ નું માપ પણ લઈ શક્યું ન હતું. વિદ્યાર્થીઓને બુટ આપવાની યોજનાનું બજેટ 92 લાખ 94 હજાર જેટલું રાખવામાં આવ્યું છે ત્યારે આટલી મોટી રકમ છતાં તકેદારી ન રખાતા જિલ્લા પંચાયતની ચુંટાયેલી અને વહીવટીપાંખની બેદરકારી સામે આવી છે.

Next Story