Connect Gujarat
ગુજરાત

ગુજરાતનું નવું મંત્રી મંડળ ભાજપ માટે ભારતની રાજનીતિનો નવો પ્રયોગ: ભુપેન્દ્ર યાદવ

ગુજરાતનું નવું મંત્રી મંડળ ભાજપ માટે ભારતની રાજનીતિનો નવો પ્રયોગ: ભુપેન્દ્ર યાદવ
X

સામાન્ય રીતે ભાજપ ગુજરાતને રાજનીતિની પ્રયોગશાળા માને છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં રાજકીયક્ષેત્રે જેટલા પણ પ્રયોગ કરાયા છે તે તમામ પ્રયોગ દેશમાં રાષ્ટ્રીયસ્તરે કરવામાં આવ્યા છે. આવો જ વધુ એક પ્રયોગ, ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે કરાયો છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારના તમામે તમામ પ્રધાનોને પડતા મુકીને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમના સહીતના તમામે તમામ નવા પ્રધાનોને સ્થાન આપીને નવો પ્રયોગ હાથ ધર્યો છે.

આ અંગે ગુજરાત ભાજપના પ્રભારી, ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે, ભારતીય રાજનીતિનો નવો પ્રયોગ છે. નવા નેતૃત્વનો ઉદય છે. ગુજરાતમાં આજે નવા પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ બાદ પત્રકારો સાથે વાત કરતા, ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પક્ષમાં કોઈ જ પ્રકારની નારાજગી ના હોવાનું જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારના તમામ પ્રધાનો આજની શપથવિધિમાં ઉપસ્થિત રહ્યાં હતા.

પક્ષમાં કોઈને કોઈ પણ પ્રકારે નારાજગી નથી. સૌ સાથે છે અને સાથે રહેશે તેવો વિશ્વાસ પણ કર્યો છે. ભૂપેન્દ્ર યાદવે એમ પણ કહ્યુ કે, નવુ નેતૃત્વ ધારવતી સરકાર અને સંગઠન સાથે કામ કરશે. અત્યાર સુધીમાં સરકાર અને સંગઠન બન્ને સાથે કામ કરતી આવી છે. જેના ઈચ્છીત ફળ પણ મળે છે. નવા નેતૃત્વ આગળ વધે પક્ષમાં નવુ નેતૃત્વ ઉભરે તે માટે નવા નેતૃત્વના વિકાસ માટે પણ આ જરૂરી હોવાનુ તેમણે કહ્યું છે.

Next Story