Connect Gujarat
ગુજરાત

ગરમી વચ્ચે ઠંડકના સમાચાર, 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા..

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે ચોમાસાને ખુશી સમાચાર આપ્યા છે.

ગરમી વચ્ચે ઠંડકના સમાચાર, 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા..
X

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે ચોમાસાને ખુશી સમાચાર આપ્યા છે. આગામી ચોમાસાને પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યુ છે. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદ ની શક્યતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્કાયમેટે 21 ફેબ્રુઆરી જારી કર્યો હતો. સ્કાઇમેટ તરફથી ફરી આ આગાહીનું ફરી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે

સ્કાયમેટની આગાહી અનુસાર જૂનમાં શરૂ થતાં નૈઋત્યના વરસાદની અવધી દરમિયાન સરેરાશ 880.60 મી.મી વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચોમાસાના આગમનના સમયગાળા અને વરસાદ બંધ થવાના અલગ અલગ સમય હોય છે. વર્ષે વર્ષે તેમાં ફેરફારો ખતાં હોય છે. પરંતુ ચાર મહિના ના ચોમાસા માટે આગાહી કરી શકાય તેવા પુર્વ લક્ષણો પણ હોય છે. ભારતના ચોમાસાને અલ નીનો પ્રભાવ ખુબ જ પ્રભાવિત કરે છે. અલ નીનો વર્ષો પૈકીના 80 ટકા કિસ્સામાં દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આ પૈકીના 60 વર્ષ દરમિયાન તૌ સ્પષ્ટપણે દુકાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. જૂનમાં શરૂ થઈને સપ્ટેમ્બરમાં પુરુ થનારું નૈઋત્યનું વાવાઝોડું ભારતીય કૃષિની જીવાદોરી છે. સમગ્ર દેશમાં થતાં વરસાદ પૈકીનો 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા દરમિયાન જ થતો હોય છે.

Next Story