Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આગામી 2 દિવસ "અતિભારે" : વર્ષ 2017 બાદ વરસી શકે છે સૌથી વધુ વરસાદ..!

ગુજરાત રાજ્યમાં આ વખતે ચોમાસું ખેડૂતો માટે સોળ આની રહ્યું છે. ઘીમી ઘારે આવતા વરસાદ મોટાભાગના વિસ્તારોમાં આવેલા પાકને જીવતદાન આપી રહ્યો છે

રાજ્યમાં આગામી 2 દિવસ અતિભારે : વર્ષ 2017 બાદ વરસી શકે છે સૌથી વધુ વરસાદ..!
X

ગુજરાત રાજ્યમાં આ વખતે ચોમાસું ખેડૂતો માટે સોળ આની રહ્યું છે. ઘીમી ઘારે આવતા વરસાદ મોટાભાગના વિસ્તારોમાં આવેલા પાકને જીવતદાન આપી રહ્યો છે. પણ હવે હવામાન વિભાગ દ્વારા ચિંતાજનક આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદ રહેશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના જળાશયોમાં હાલમાં ૭૪.૬ર ટકા પાણીનો જથ્થો છે. રાજ્ય પરથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે. અત્યાર સુધી ‌સિઝનનો ૮પ.પ૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લાં આઠ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધીનો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧ર.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં ૧૩૭, દક્ષિણ ગુજરાતમાં ૯પ, સૌરાષ્ટ્રમાં ૭૮, ઉત્તર ગુજરાતમાં ૭૬ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩ ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના જળાશયોમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલાં ૭૦ જળાશય હાલ હાઈ એલર્ટ પર છે, જ્યારે ૯૦ ટકા સુધી ભરાયેલાં ૧૪ જળાશય એલર્ટ પર છે. ૮૦ ટકા સુધી ભરાયેલાં ૧પ જળાશયને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે ૧૦૭ જળાશયોમાં ૭૦ ટકા જેટલું પાણી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોરદાર જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ 5 દિવસ મેઘો મન મૂકીને વરસશે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બુધવારે સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Next Story