Connect Gujarat
ગુજરાત

હવે રાજ્યના ખેડૂતો બનશે ડિજિટલ, સ્માર્ટ ફોન સહાય શરુ

ખેડૂતોને સ્માર્ફોન આપ્યા બાદ તેમનું કામ વધુ સરળ બની શકે તે સંદર્ભે તેમને સ્માર્ટફોન આપવાની સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી હતી

હવે રાજ્યના ખેડૂતો બનશે ડિજિટલ, સ્માર્ટ ફોન સહાય શરુ
X

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના ખેડૂતોને સ્માર્ફોન આપવાની વાત ચાલી રહી છે. ખેડૂતોને સ્માર્ફોન આપ્યા બાદ તેમનું કામ વધુ સરળ બની શકે તે સંદર્ભે તેમને સ્માર્ટફોન આપવાની સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી હતી. જે યોજનાનું પહેલું પગલું આજે સરકાર દ્વારા લેવામાં આવ્યું અને ખેડૂતોને સ્માર્ટ ફોન આપવામાં આવ્યા હતા .

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સ્માર્ટફોનનું વિતરણ કર્યું હતું . જેથી આવનાર સમયમાં ખેડૂત નવા ટ્રેન્ડ પ્રમાણે તેની કામગીરી હવે કરી શકશે. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર તાપી હોલ ખાતેથી સ્માર્ટફોનનું વિતરણ કર્યું હતું . જેમા તેઓએ સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને ફોન આપ્યા હતા. આજના સમયમાં ખેડૂત સમય પ્રમાણે કામગીરી કરી શકે તે માટે સ્માર્ટફોન હવે તેના માટે ઘણો જ ઉપયોગી છે. જેથી સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

જે અંતર્ગત હવે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન આપવામાં આવશે. સીએમ કહ્યું કે આવનાર સમયમાં રાજ્યભરમા પ૯૦૦ ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય વિતરણ માટે ૩ કરોડ ૩૭ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આજે સીએમની ઉપસ્થિતિમાં પ્રતીક રૂપે ૩૩ ખેડૂતોને ૧.૮૪ લાખ સહાય આપવામાં આવી હતી સીએમ કહ્યું કે ખેડૂતો સ્માર્ટ ફોનથી હવામાન થી લઇ દરેક જાણકારી તમારી પાસે રહે અને રાજ્ય સરકારની દરેક યોજનાની જાણકારી પણ આંગળીના ટેરવે રહેશે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી છે અને ઉભી રહેશે .

Next Story