Connect Gujarat
ગુજરાત

અંબાજીમાં આવતીકાલથી રૂડો અવસર, જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ ગબ્બર ખાતે પણ પરિક્રમાનો થશે પ્રારંભ

જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે.

અંબાજીમાં આવતીકાલથી રૂડો અવસર, જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ ગબ્બર ખાતે પણ પરિક્રમાનો થશે પ્રારંભ
X

જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઇને જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.8 એપ્રિલે સવારે 6 વાગ્યાથી તમામ મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ થશે.51 જેટલા અંબાજીના અગ્રણીઓ ગબ્બર પર્વત પરથી જ્યોત લાવશે .8 એપ્રિલે શોભાયાત્રા કાઢીને પરિક્રમાની શરૂઆત થશે.2.8 કિલોમીટરની લંબાઈમાં 1500 પગથિયામાં પરિક્રમા થશે.3 દિવસ અંબાજીમાં યજ્ઞ, હોમ હવન, ભજનથી ભક્તિમય માહોલ રહેશે.

9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમામાં જોડાશે.10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે.શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર પરિક્રમા યોજાશે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે..યાત્રાધામ વિકાસ બોર્ડે પણ અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓને આમંત્રણ આપ્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે અંબાજી આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી રાત્રે 8 વાગ્યે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કરશે. જ્યારે 9એપ્રિલે તારક મહેતાની ટીમ પણ અંબાજી આવશે.

Next Story