Connect Gujarat
ગુજરાત

પાકિસ્તાન: ધાર્મિક નિંદાના આરોપમાં શ્રીલંકન નાગરિકની હત્યા,વિડિયોના આધારે 100 લોકોની ધરપકડ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીડે શુક્રવારે શ્રીલંકાના એક નાગરિકની કથિત રીતે ધાર્મિક નિંદાના આરોપમાં ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી.

પાકિસ્તાન: ધાર્મિક નિંદાના આરોપમાં શ્રીલંકન નાગરિકની હત્યા,વિડિયોના આધારે 100 લોકોની ધરપકડ
X

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીડે શુક્રવારે શ્રીલંકાના એક નાગરિકની કથિત રીતે ધાર્મિક નિંદાના આરોપમાં ઢોર માર મારીને તેની હત્યા કરી દીધી. એ બાદ તેની લાશને સળગાવી દીધી. ભીડનો ભોગ બનનાર કુમારાએ કટ્ટરપંથી તહરીક -એ- લબ્બેક પાકિસ્તાનના એક પોસ્ટરને કથિત રીતે ફાડી નાંખ્યું હતુ. જેમાં કુરાનની આયાતો લખી હતી અને બાદમાં તેને કચરામાં ફેંકી દીધી હતી. ઈસ્લામી પાર્ટીના પોસ્ટર કુમારના કાર્યાલયની પાસેની દિવાલ પર ચોંટાડવામાં આવ્યા હતા. ફેક્ટરીના કેટલાક કર્મીઓએ તેઓ પોસ્ટરને હટાવતા જોવા મળ્યા અને ફેક્ટરીમાં આ વાત જણાવી હતી.ઈશ્વરની નિંદાની ઘટનાને લઈને આસપાસના સેંકડો લોકો ફેક્ટરીની બહાર ભેગા થવા લાગ્યા હતા જેમાં મોટાભાગના ટીએલપીના કાર્યકર્તાઓ તથા સમર્થક હતા.ભીડે તેને ફેક્ટરીની બહાર ખેંચ્યો અને તેને ખરાબ રીતે માર માર્યો હતો.મારપીટ બાદ તેનું મોત થયું હતું તેમજ પોલીસ પહોંચતા પહેલા તેની લાશને સળગાવી નાંખવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થયો હતો જેમાં જોવા મળી રહ્યું છે કે શ્રીલંકાઈ નાગરિકની લાશને સેંકડો લોકોએ ઘેરી લીધી છે. તેઓ ટીએલપીના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વીડિયો ફુટેજના માધ્યમથી 100 શંકાસ્પદ લોકોની ઓળખ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.

Next Story