પાકિસ્તાન : કરાચીની બિલ્ડિંગમાં બે વિસ્ફોટ, બ્લાસ્ટમાં 12 લોકોનાં મોત
ગેસ લીક થતા આ વિસ્ફોટના પગલે એક ખાનગી બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે

પાકિસ્તાનના આર્થિક પાટનગર કરાચીમાં શનિવારે સતત બે વિસ્ફોટ થયા હતા. આમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ છે. અત્યારે પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. બચાવ કાર્યમાં લાગેલી ટીમની સાથે પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ કરાચીની એક બિલ્ડિંગની ગટરમાં ગેસ લિક થતા બ્લાસ્ટ થયો છે. પોલીસે તપાસ પછી જણાવ્યું છે કે ગટરમાં ગેસ લીક થતા આ વિસ્ફોટના પગલે એક ખાનગી બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે અત્યારે પોલીસે બચાવ પ્રક્રિયા હાથ ધરી દીધી છે.
આ વિસ્ફોટ પછી ગણતરીની મિનિટમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યારે પોલીસે આ વિસ્તારને ચારેય બાજુથી ઘેરી યોગ્ય પ્રક્રિયા હાથ ધરી દીધી છે. આ દુર્ઘટના લગભગ 1.30 વાગ્યાની આસપાસ થઈ હતી. બ્લાસ્ટના પરિણામે અહીં બિલ્ડિંગ પાસે પાર્ક કરેલા મોટાભાગના વાહનોના ફુરચે-ફુરચા ઊડી ગયા છે. વિસ્ફોટ પછી અત્યારે પોલીસની ટીમે JCBની સહાયથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે, કરાચી સાઉથ ઝોનના DIG શરજીલ ખરલે વિસ્ફોટનું કારણ ગેસ લીક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે વિસ્ફોટમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગને ગેરકાયદેસર રીતે બનાવાઈ છે. અમે તેમણે વારંવાર નોટિસ આપી હતી કે જ્યારે અહીં ગટરની સફાઈ ચાલતી હોય ત્યારે બિલ્ડિંગ ખાલી કરી દેજો, પરંતુ બેંકની આ બિલ્ડિંગની ટીમે અમારી વાત માની નહીં.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અંકલેશ્વર : નશામુક્તિ અભિયાન હેઠળ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા...
21 May 2022 12:08 PM GMTખેડા : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની...
21 May 2022 11:47 AM GMTઆ'ખરે... તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરાયો, સરકારની પીછેહઠ...
21 May 2022 11:44 AM GMTખેડા : ચકલાસી નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત, જુઓ...
21 May 2022 11:35 AM GMTસુરત : જેલમાંથી કોલેજની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની માર્કશીટ પર...
21 May 2022 11:25 AM GMT