Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરામાં GBS સિન્ડ્રોમના દર્દીઓ વધતા વડોદરાથી આરોગ્ય વિભાગની ટીમ આવી

પંચમહાલ જીલ્લાના કોરોનાના કેસોની સંખ્યાનો આંક શુન્ય ઉપર પહોચતા આરોગ્યતંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાય તે પહેલા ગોધરા શહેરમાં આવેલા ભુરાવાવ વિસ્તારમા જીવલેણ ગણાતા જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમના ૧૨ જેટલા શંકાસ્પદ કેસો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો

પંચમહાલ : ગોધરામાં GBS સિન્ડ્રોમના દર્દીઓ વધતા વડોદરાથી આરોગ્ય વિભાગની ટીમ આવી
X

પંચમહાલ જીલ્લાના કોરોનાના કેસોની સંખ્યાનો આંક શુન્ય ઉપર પહોચતા આરોગ્યતંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવાય તે પહેલા ગોધરા શહેરમાં આવેલા ભુરાવાવ વિસ્તારમા જીવલેણ ગણાતા જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમના ૧૨ જેટલા શંકાસ્પદ કેસો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કેસો આવતા આરોગ્ય વિભાગ તંત્ર પણ દોડતુ થયુ છે. કેસોનો આંક ૧૨ પર પહોચતા વડોદરાથી મેડીકલ કોલેજની ટીમ આવી પહોચી હતી. ૧૦ સભ્યોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે.

પંચમહાલ જીલ્લામાં કોરોના કેસોની સંખ્યા શુન્ય પર પહોચી છે.શહેરના ભુરાવાવ વિસ્તારમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના ૧૨ જેટલા કેસો નોંધાતા શહેરીજનોમાં ભારે ફફડાટનો માહૌલ વ્યાપ્યો છે. રોગની ઝપટમાં આવેલા લોકોને વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહીતી મળી રહી છે. ગોધરા શહેરમા આવેલા ભુરાવાવ વિસ્તારના રહેણાક સોસાયટીઓમા આ શંકાસ્પદ કેસો દેખાયા છે. કેસોના પગલે જીલ્લા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.આજે બુધવારના રોજ વડોદરા મેડીકલ કોલેજ, તેમજ ગોત્રી મેડીકલ કોલેજની તજજ્ઞ તબીબોની ટીમ ગોધરા ખાતે આવી પહોચી હતી.અને ભુરાવાવ વિસ્તારમાં ગુલિયાન બેરી સિન્ડ્રોમના જે કેસો દેખાયા છે. તે વિસ્તારની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો. વડોદરાથી ૧૦ જેટલા તબીબી અધિકારી સભ્યોની ટીમ આવી હતી. જીલ્લા આરોગ્યતંત્રની ટીમ પણ સાથે રહી હતી.આ મામલે આરોગ્ય વિભાગની ૬ જેટલી ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં સર્વેલન્સની પણ કામગીરી હાથ ધરવામા આવી છે.

નોંધનીય છે કે આ ગુલિયન બેરી સિન્ડ્રોમના વાયરસને કારણે શરીરની સિસ્ટમ પર અસર પડે છે.જેમાં પાચનતંત્ર, શરીરના શ્વસનતંત્ર તેમજ શરીરના નીચેના ભાગે અસર પડે છે.

Next Story