Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: જિલ્લામાં ગાંજો ઝડપાવવાનો સિલસિલો યથાવત, શહેરાના જૂની સુરેલીથી ગાંજાના છોડ ઝડપાયા

ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

પંચમહાલ: જિલ્લામાં ગાંજો ઝડપાવવાનો સિલસિલો યથાવત, શહેરાના જૂની સુરેલીથી ગાંજાના છોડ ઝડપાયા
X

ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાનું ખુલી રહ્યું છે. છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણકે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો અચાનક ઝડપાવવા લાગ્યો છે. આશરે દર 3 દિવસે ડ્રગ્સ, ગાંજો ઝડપાવાની કે ડ્રગ્સના આરોપીઓના ઝડપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ગુજરાતના ખૂણે ખૂણે ગાંજા-ડ્રગ્સનો વેપાર અને સેવન થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

પંચમહાલ જિલ્લામાં પણ ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત છે, ત્યારે શહેરા તાલુકાના જૂની સુરેલી ગામે SOG પોલીસના PI અને તેમની ટીમ દ્વારા ગાંજાના છોડ ઝડપી પાડયા છે. મળતી માહિતી અનુસાર, શહેરા તાલુકાના જૂની સુરેલીના માતાના ફળિયામાં મોટા તળાવને અડીને સૂર્યાબેન ચાવડાની ભોગવટાની જમીન મંગળસિંહ પટેલને ગીરો પેટે ખેડવામાં આપવામાં આવી છે. આ ખેતરમાંથી સૂર્યાબેન ચાવડાના પુત્ર નરેન્દ્રકુમાર ચાવડાએ ઉગાડેલા ગાંજાના છોડ SOG પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ગાંજા 09 નંગ જેનુ કુલ વજન 5 કીલો 479 ગ્રામનો કુલ ₹ 54,700 નો ગાંજો ઝડપી પાડયો છે. SOG પોલીસે ગાંજા સાથે ખેતરના માલીક સૂર્યાબેન ચાવડાના પુત્ર નરેન્દ્રકુમારને ઝડપી પાડયો છે. આ ગાંજાનું વાવેતર શેઢાના પાળા ઉપર કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

Next Story