Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : "અનુબંધમ" પોર્ટલ અંગે વિસ્તૃત ચર્ચા હેતુસર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાય

પંચમહાલ : અનુબંધમ પોર્ટલ અંગે વિસ્તૃત ચર્ચા હેતુસર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાય
X

પંચમહાલ જિલ્લાના જોબસીકર અને નોકરીદાતા (એમ્પલોયર)ને જોડતા શ્રમ અને રોજગાર વિભાગના "અનુબંધમ" પોર્ટલ અંગે થયેલ કામગીરીની જીલ્લા કલેકટર સુજલ મયાત્રાએ સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લાના જોબસીકરનું વધુમાં વધુ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણીક સંસ્થાઓ, ઉચ્ચર માધ્યમીક સ્કુલ, આઈટીઆઈ તેમજ ટેકનીકલ નોન ટેક્નીકલ કોલેજ, યુનીવર્સીટીને સુચના આપવામાં આવી હતી. તો આ સાથે જ સરકારી, ખાનગી, અર્ધ સરકારી, લોકલ બોડી એમ્પ્લોયર (નોકરીદાતા)નું રજીસ્ટ્રેશન કરાવવા શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજય વેરા કચેરી, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સની કચેરી, નગર પાલીકા, જિલ્લા પુરવઠા કચેરી, જી.આઈ.ડી.સી.ના અધિકારીને સુચનાઓ આપવામા આવી હતી.

"રોજગાર દિવસ" નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર કચેરીની ઓનલાઈન સેવા મેળવવા અનુબંધમ પોર્ટલ અને મોબાઈલ એપનુ લોકાર્પણ કર્યું હતું. જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર પોતાના જિલ્લા/રાજયની વિવિધ સેક્ટર વાઈઝ નોકરી શોધી શકશે તથા રોજગારવાન્છુંક ઉમેદવાર ઘરે બેઠા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે.

આ http://anubandham.gujarat.gov.in વેબપોર્ટલમાં જોબ સીકરે રજીસ્ટ્રેશન માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો ફાઈલ અપલોડ કરવાનો રહેશે. સરળતાથી નોકરીની શોધ કરતા યુવાનો આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી શકશે. અને પોતાની એજ્યુકેશનને લગતી લાયકાત પણ અપડેટ કરી શકશે અને જગ્યા સામે એપ્લાય કરી શકશે વેબપોર્ટલમાં જઈને રોજગારવાન્છું ઉમેદવાર તરીકે(jobseeker) તરીકે ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની શોધ કરતા કંપની/નોકરીદાતાએ જોબ પ્રોવાઈડર કે, એમ્પ્લોયર તરીકે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એમ્પલોયરે પાન કાર્ડ નંબર, ઉધ્યમ આધાર નંબર તેમજ જી.એસ.ટી. નંબર કોઈ પણ એકથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

સંસ્થા કે, એકમમાં ખાલી પડેલ જગ્યાઓ દર્શાવી શકે છે. પોર્ટલ પરથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને શોર્ટ લીસ્ટ કરીને ઈન્ટરવ્યુ ગોઠવી શકશે તેમજ રોજગાર કચેરીના રીટર્ન ઓનલાઈન ભરી શકશે. ઉકત સેવાનો વધુમા વધુ વિના મુલ્યે લાભ લેવા જોબ સીકર અને જોબ પ્રોવાઈડરનુ રજીસ્ટ્રેશન માટે જીલ્લા રોજગાર કચેરીની હેલ્પ લાઈન નંબર ૦૨૬૭૨ ૨૪૧૪૦૫/૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Next Story