Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : પીટોલ હત્યાકાંડના મુખ્ય આરોપીને ગોધરા પોલીસે ઝડપી મધ્યપ્રદેશ પોલીસના હવાલે કર્યો...

મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલા પીટોલ ખાતેના પેટ્રોલપંપ ઉપર સી.એન.જી. ગેસ પુરાવ્યા બાદ સર્જાયેલ તકરારમાં હોસ્પિટલના નિર્દોષ સિક્યુરીટી ગાર્ડ વિનોદ મીઠુ મેડાની ચપ્પાના ઘા ઝીંકીને કરપીણ હત્યા

પંચમહાલ : પીટોલ હત્યાકાંડના મુખ્ય આરોપીને ગોધરા પોલીસે ઝડપી મધ્યપ્રદેશ પોલીસના હવાલે કર્યો...
X

મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલા પીટોલ ખાતેના પેટ્રોલપંપ ઉપર સી.એન.જી. ગેસ પુરાવ્યા બાદ સર્જાયેલ તકરારમાં હોસ્પિટલના નિર્દોષ સિક્યુરીટી ગાર્ડ વિનોદ મીઠુ મેડાની ચપ્પાના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરીને ફરાર થઈ ગયેલ ગોધરા ગેંગના મુખ્ય આરોપી ઉસ્માન મોહંમદ ખંડુને એસ.ઓ.જી. શાખાના પી.આઈ. એમ.પી.પંડ્યાએ ઝડપીને મધ્યપ્રદેશ પોલીસને હવાલે કર્યો હતો.

મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલા ઝાબુઆ જિલ્લાના પીટોલ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર સી.એન.જી. ગેસ ભરાવ્યા બાદ ગોધરાના ૮ જેટલા યુવકોએ પેટ્રોલ પંપના સંચાલકને નાણાં ચુકવવા બાબતમાં સર્જાયેલ બોલાચાલીઓ જોઈને સ્થળ ઉપર હાજર હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ વિનોદ મીઠુ મેડા મધ્યસ્થી માટે વચમાં આવતા ગોધરા ગેંગના સભ્યોએ વિનોદ મીઠુ મેડાને ઉપરાછાપરી ચપ્પાના ઘા મારીને સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવના પગલે ગોધરા તરફ કાર લઈને ભાગેલા આ હત્યારા યુવકો પૈકી ૪ લોકોને આંતરીને ઝડપી પાડ્યા હતા. નિર્દોષ સિક્યુરીટી ગાર્ડને નિર્દયતા પૂર્વક રહેંસી નાખવાની આ હત્યાના બનાવના પગલે સમગ્ર ઝાબુઆ જિલ્લામાં બંધના એલાન સાથે હત્યારાઓને ઝડપી લેવાની આક્રોશ સભર રેલીઓ પણ નીકળી હતી. જોકે, હત્યારા ગેંગના ફરાર સદસ્યોને સી.સી.ટી.વી. ફુટેજો સાથે ગોધરા ખાતે આવેલ મધ્યપ્રદેશની પોલીસ ટીમે પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલનો સંપર્ક કરતા આ ગેંગના ફરાર સભ્યોને વહેલી તકે ઝડપી પાડવા માટે ગોધરા એસ.ઓ.જી. શાખાના પી.આઈ. એમ.પી.પંડ્યાને સૂચનો કર્યા હતા. એમાં બે આરોપીઓ ઝડપી પાડ્યા બાદ પીટોલ પેટ્રોલ પંપ ઉપર હત્યાને અંજામ આપવા માટે ખીસ્સામાંથી ચાકુ કાઢીને જીવલેણ હુમલાના મુખ્ય આરોપી ઉસ્માન મોહંમદ ખંડુ છુપાતો બહાર ફરી રહયો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગોધરા એસ.ઓ.જી.ની ટીમે મધ્યપ્રદેશની પોલીસને સાથે રાખીને ઝડપી પાડ્યો હતો.

Next Story