Connect Gujarat
ગુજરાત

પંચમહાલ: શ્રી અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ ઓલ ઇન્ડિયાના ઉપપ્રમુખ પદે શૈલેષ ઠાકરની વરણી

ગોધરા જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટાના વતની અને ઘી સદાશિવ કો. ઓપરેટીવ સોસાયટીના ચેરમેન,

પંચમહાલ: શ્રી અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ ઓલ ઇન્ડિયાના ઉપપ્રમુખ પદે શૈલેષ ઠાકરની વરણી
X

ગોધરા જિલ્લાના ખાનપુર તાલુકાના ગાંગટાના વતની અને ઘી સદાશિવ કો. ઓપરેટીવ સોસાયટીના ચેરમેન, સહકારી આગેવાન બ્રહ્મ સમાજના અગ્રણી એવા શૈલેષકુમાર ઠાકરની શ્રી અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ(ઓલ ઇન્ડિયા)ના ઉપપ્રમુખ તરીકે વરણી કરાતાં પંચમહાલ-મહીસાગર સહિત તમામ શુભેચ્છકોમાં ગૌરવની લાગણી થઈ રહી છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમના શુભેચ્છકો વિશાળ પ્રમાણમાં શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. અમદાવાદ, કાંકરિયા- મણિનગર ખાતે આવેલા ઓલ ઇન્ડિયા શ્રી અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના હેડ કવાર્ટર "વસંત વાડી" ખાતે નવી નિમાયેલ વહીવટી કમિટીની પ્રથમ મિટિંગ પરિષદના પ્રમુખ જતીન ગોર, મહામંત્રી હર્ષદ પંડ્યા, અનુભવી અને પીઢ આગેવાન પ્રો. નર્મદાશંકર તરવાડીના નેજા હેઠળ યોજાયેલ રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં કારોબારી સભ્યો પૈકી હોદ્દેદારોની નિમણુંક સર્વાનુમતે કરવામાં આવી હતી. જેમાં શૈલેશકુમાર ઠાકરની રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે (ઓલ ઇન્ડિયા) વરણી થતા સમગ્ર દાહોદ-પંચમહાલ અને મહિસાગરના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો સહિત તમામ બ્રહ્મ સમાજ અને શુભેચ્છકોમાં આંનદની લાગણી થઈ રહી છે.

Next Story
Share it