Connect Gujarat
ગુજરાત

આંશિક રા'હત : હડતાળ સમેટી 4 હજાર જેટલા તબીબો રાબેતા મુજબ ફરજ પર આવ્યા...

10 હજાર તબીબોમાંથી આજે 4 હજાર તબીબો હડતાળ સમેટીને ફરજ પર જોડાય જતાં એક તબક્કે દર્દીઓને આંશિક રાહત થઈ છે.

આંશિક રાહત : હડતાળ સમેટી 4 હજાર જેટલા તબીબો રાબેતા મુજબ ફરજ પર આવ્યા...
X

છેલ્લા 5 દિવસથી ગુજરાતભરમાં તબીબો હડતાળ પર છે, ત્યારે 10 હજાર તબીબોમાંથી આજે 4 હજાર તબીબો હડતાળ સમેટીને ફરજ પર જોડાય જતાં એક તબક્કે દર્દીઓને આંશિક રાહત થઈ છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં તબીબોની હડતાળને લઈને અલગ અલગ સંગઠનોમાં ભાગલા પડ્યા છે. જેમાં GIDA સાથે જોડાયેલા રાજ્યના 4 હજાર સરકારી તબીબ પુનઃ ફરજમાં જોડાયા છે. સાથે જ CHC અને PHC કેન્દ્ર પર તબીબો કામ પર જોડાયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મળેલી બાંહેધરી બાદ GIDA સાથે જોડાયેલા તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે, જ્યારે આગામી સોમવાર સુધી GIDA સાથે જોડાયેલા તબીબો સરકારના ઠરાવની રાહ જોશે. જોકે, રાજ્યના કુલ 10 હજાર તબીબો હડતાળ પર બેઠા હતા. જેમાંથી હવે 4 હજાર જેટલા તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. આ તબીબી પોતાની ફરજ પર રાબેતા મુજબ જોડાય જતાં હોસ્પિટલમાં આવતા દર્દી સહિતના લોકોને આંશિક રાહત થઈ છે.

Next Story