Connect Gujarat
ગુજરાત

પાટણ : એસીબીએ રૂ. બે લાખની લાંચ લેતા પ્લાનિંગ આસિસ્ટન્ટ અને ઓથોરાઇઝ એન્જિનિયર ઝડપી પાડયા

એસીબી દ્વારા રૂપિયા બે લાખની લાંચ લેતા પ્લાનિંગ આસિસ્ટન્ટ અને ઓથોરાઇઝ એન્જિનિયર ઝડપી પાડયા

પાટણ : એસીબીએ રૂ. બે લાખની લાંચ લેતા પ્લાનિંગ આસિસ્ટન્ટ અને ઓથોરાઇઝ એન્જિનિયર ઝડપી પાડયા
X

પાટણ જિલ્લાની રાધનપુર હાઇવે પર આવેલ કોમ્પલેક્ષના માલિક પાસે બીયુ પરમિશન આપવા માટે નગરપાલિકાના કર્મચારી દ્વારા રૂપિયા બે લાખની માગણી કરવામાં આવતા વેપારી દ્વારા આ બાબતે પાટણ એસીબીમાં જાણ કરવામાં આવી હતી.જેને લઈને એસીબી દ્વારા રૂપિયા બે લાખની લાંચ લેતા પ્લાનિંગ આસિસ્ટન્ટ અને ઓથોરાઇઝ એન્જિનિયર ઝડપી પાડયા હતા.

રાધનપુર મહેસાણા હાઈવે પર આવેલ શોપિંગ સેન્ટરની બાંધકામની કામગીરી પુર્ણ થતા બીયુ પરમિશન મેળવવા વેપારી દ્વારા રાધનપુર નગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. બીયુ પરમિશન આપવા માટે નગરપાલિકાના પ્લાનિંગ આસિસ્ટન્ટ સરસીજસિંગ મલસિંગ જાદવ દ્વારા રૂપિયા બે લાખની માગણી કરવામાં આવી હતી. અને આ રકમ નગર પાલિકાના ઓથોરાઇઝ એન્જિનિયર સંજયભાઈ નટવરલાલ પ્રજાપતિને આપવા જણાવ્યું હતુ. હાઈવે પર બનાવવામાં આવેલ કોમ્પલેક્ષ ના બીયુ પરમિશન માટે નગરપાલિકાના કર્મચારી દ્વારા રૂપિયા બે લાખની કરવામાં આવેલ માગણી બાબતે કોમ્પ્લેક્સ ના માલિક દ્વારા એસીબીને જાણ કરવામાં આવી હતી જેને લઇને પાટણ એસીબી દ્વારા તા.૭ મી જાન્યુઆરી ના રોજ છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને રાધનપુર ચાર રસ્તા પાસે આવેલ ગણેશ કોમ્પ્લેક્સ ખાતે નગરપાલિકા ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સરસીજસિંગ જાદવ વતી સંજયભાઈ પ્રજાપતિ રૂપિયા બે લાખ સ્વીકારતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઇ જતા પાટણ એસીબી દ્વારા સરસીજસિંગ જાદવ અને સંજયભાઈ પ્રજાપતિ ને પકડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Story