Connect Gujarat
ગુજરાત

પાટણ : આંગડીયા પેઢીની ચકચારી લૂંટની ઘટનાનો પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચે કર્યો પર્દાફાશ, 5 ઇસમોની કરાઇ ધરપકડ

પાટણ : આંગડીયા પેઢીની ચકચારી લૂંટની ઘટનાનો પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચે કર્યો પર્દાફાશ, 5 ઇસમોની કરાઇ ધરપકડ
X

પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ નગરનાં ભરચક વિસ્તારમાં તાજેતરમાં બનેલી આંગડીયા પેઢીની ચકચારી લૂંટની ઘટનાનો પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. આંતરરાજ્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા છરી અને બંદૂકની અણીએ ચલાવેલી લૂંટની ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી ગુનામાં ઉપયોગ કરાયેલ રાઈફલ સહિતના હથિયારો અને રોકડ રકમ મળી રૂા .૧ લાખ ૩૬ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.

કચ્છ ભુજ રેન્જ આઇજી અને જીલ્લા પોલીસવડા દ્વારા પાટણ જીલ્લાના હારીજ નગરમાં તાજેતરમાં બનેલી પી એમ આંગડીયા પેઢીની લૂંટની ઘટનાના આરોપીઓને શોધી કાઢવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગુનાની તપાસ કરતી પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ ભટ્ટ સહિત સ્ટાફનાં માણસો દ્વારા આ ગુનાના કામે હ્યુમન ઇન્ટલીસ્ટન્ટ ટેકનોલોજીના ઉપયોગથી ઉંડાણ પૂર્વકની તપાસ કરતા ખાનગી રાહે બાતમી મળી હતી કે આ લૂંટને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગના ઇસમો ખારીયા ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં હાજર છે. તેવી હકીકતના આધારે એલસીબી સ્ટાફના અધિકારી સહિત પોલીસ કાફલાએ ઉપરોક્ત સ્થળે ઓચિંતો છાપો મારી લુંટના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને આબાદ ઝડપી લીધા હતા અને પોલીસે આ આરોપીઓ પાસેથી લૂંટના ગુનામાં વાપરવામાં આવેલ બુદક, બંદુકના કારતુસ , લોખંડના છરાઓ, મોબાઇલ ફોનો,એક બાઈક સહિત રોકડ રકમ મળી રૂા .૧,૩૬,૨૦૦- નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓને પાટણ ખાતે લાવી આગળની કાર્યવાહી માટે હારીજ પોલીસને સુપ્રત કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

હારીજનાં પીએમ આંગડીયા પેઢી માંથી રૂ.6 લાખથી વધુની રકમની લૂંટ ચલાવનાર અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમનાં હાથે ઝડપાયેલા આરોપીઓ બાબતે તેમજ સમગ્ર લૂંટની ઘટના બાબતે માહિતી આપતા જીલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપી પૈકી કેટલાક આરોપી ખુંખાર હોય તેઓ દ્વારા અગાઉ અનેક બનાવો ને અંજામ આપવાની સાથે પોલીસ પર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે. તો હારીજ આંગડીયા પેઢીમાં લૂંટ ચલાવનાર આ લૂંટારાઓને પકડવા ગયેલી પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં અધીકારી સહિતના સ્ટાફ ઉપર પણ આ ટોળકી દ્વારા હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.હારીજ લુંટના કેસમાં પકડાયેલા આરોપીઓમાં ત્રણ બનાસકાંઠા જિલ્લાના અને બે રાજસ્થાન નાં હોવાનું પોલીસ વડાએ જણાવ્યું હતું.

Next Story