Connect Gujarat
ગુજરાત

પાટણ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં હારીજ ખાતે પહોચી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા...

પાટણ જિલ્લાના હારીજ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યોકારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

X

હારીજ ખાતે પહોચી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિ

કોંગી કાર્યોકારોએ કર્યું પરિવર્તન સંકલ્પ યાત્રાનું સ્વાગત

પાટણ જિલ્લાના હારીજ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ પરિવર્તન સંકલ્પ યાત્રા આવી પહોચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યોકારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ગત તા. 31મી ઓક્ટોબરથી રાજ્યના 5 ઝોનમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે, ત્યારે આ યાત્રા પાટણ જિલ્લાના હારીજ આવી પહોચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યોકારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાની હેઠળ પરિવર્તન સંકલ્પ યાત્રાએ હારીજમાં પરિભ્રમણ કર્યું હતું. યાત્રા દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે હારીજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકુંન્ત પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Next Story