Connect Gujarat
ગુજરાત

રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી...

રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી...
X

રાજ્યના પૂર્વ મંત્રી જશા બારડ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જશા બારડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેથી ગુજરાત હાઈકોર્ટે સરકાર, જિલ્લા કલેક્ટર અને PGVCL સહિતને નોટિસ ઇશ્યુ કરી છે.

સરકારે આપેલી ટ્રસ્ટની જમીન પર જશા બારડે ભ્રષ્ટાચાર કર્યાની અરજીમાં રજૂઆત કરવામાં આવી. સરકારી શાળાની જગ્યા પર કોમર્શિયલ કોમ્પલેક્ષ બાંધ્યા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તદુપરાંત ગીર સોમનાથના સૂત્રાપાડામાં 45 જેટલી દુકાનો બનાવી દીધી હોવાની પણ અરજીમાં રજૂઆત કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રમત-ગમત માટે મેદાન ફાળવવામાં આવતા હોય છે.

એ જ રીતે વર્ષો પહેલા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પણ બી.એમ.બારડ એજ્યુકેશન ટ્રસ્ટને પણ રમત-ગમત માટે મેદાન ફાળવવામાં આવ્યું હતું. પરંતુ થોડા મહિના અગાઉ ચેતન બારડ RTI એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગતા તેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. રમત-ગમતના મેદાનની સ્થિતિ જાણવા માટે RTI કરતા જાણવા મળ્યું હતું કે, સરકારે જાહેર કરેલા રમત-ગમતના મેદાનમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ટ્રસ્ટ પૂર્વ મંત્રી જશા બારડનું છે, ત્યારે જશા બારડ કોમર્શિયલ કોમ્પલેક્ષ બનવા અંગે ગેરકાયદેસર દુકાન માટે શરત ભંગની કલેક્ટરને જાગૃત નાગરિકે જે-તે સમયે ફરિયાદ કરી હતી.

Next Story