Connect Gujarat
ગુજરાત

સરકાર સાથે છેતરપીંડી આરોપી પોલીસ ગીરફતમાં,જાણો શું છે સમગ્ર મામલો..?

સરકાર સાથે છેતરપિંડી કરનાર આરોપીની રાણીપ પોલીસે ધરપકડ કરી છે. વાહન વેચવાની મંજૂરી રદ્દ કરી હોવા છતાં વાહન વેચ્યા હતા.

સરકાર સાથે છેતરપીંડી આરોપી પોલીસ ગીરફતમાં,જાણો શું છે સમગ્ર મામલો..?
X

સરકાર સાથે છેતરપિંડી કરનાર આરોપીની રાણીપ પોલીસે ધરપકડ કરી છે. વાહન વેચવાની મંજૂરી રદ્દ કરી હોવા છતાં વાહન વેચ્યા હતા. સાથે જ દંડ પેટે વ્યાજ ન ભરી સરકાર સાથે રૂપિયા 1.15 લાખની છેતરપિંડી કરી હતી. જેથી પોલીસે ઓટો ડીલર ની ધરપકડ કરી છે, અને તેના પિતા ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રાણીપ પોલીસ કસ્ટડીમાં આવેલ આરોપી નુ નામ સાહિલ નૌશાધ શાહ છે. જે વિજય ચાર રસ્તા પાસે રહે છે. અને બાઈક્સ ઓટો ના નામે ડીલરશિપ ધરાવી વાહનોનુ વેચાણ કરે છે.આરોપીએ વાહનના ઈનવોઈસ અને વીમો ઈશ્યૂ કર્યા વિના તેનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યુ હતુ. જેથી તેનુ સર્ટિફિકેટ રદ્દ કરવામાં આવ્યુ હતુ.. તે સમયગાળા દરમિયાન આરોપી એ કુલ 80 વાહન વેચ્યા હતા. જે હકીકત સામે આવતા આરટીઓએ તપાસ શરુ કરી હતી જેથી આરોપી પીતા પુત્ર સાહિલ અને નૌશાધ શાહની સંડોવણી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુનાની હકીકત પોલીસની સતર્કતાથી સામે આવી હતી.. ચાંદખેડા પોલીસે એક રિપોર્ટ આરટીઓ ને કર્યો હતો. જેમા વીમો ઈશ્યૂ કર્યા વિના નવા બાઈકનુ વેચાણ કરવામાં આવ્યુ હતુ..જે બાઈક્સ ઓટો માંથી વેચાયું હતુ. જેથી તપાસ કરતા આવા 80 વાહનો મળી આવ્યા હતા. જેમાંથી 69 વાહનોના વીમા શરૂ થયા ન હતા. ઉપરાંત ઓનલાઈન નોંધણી માટે પણ ખોટા ઈનવોઈસ રજુ કરવામાં આવ્યા હતા. જે બદલ બાઇકના વેચાણ ટેક્સ અને તેના દંડ પેટે કુલ 1.15 લાખ આરટીઓમાં ભરવાના હતા.પરંતુ આરોપીએ તે પણ ન ભરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. રાણીપ પોલીસ સરકાર સાથે છેતરપીંડી ના ગુનામાં આરોપી પુત્ર સાહિલ ની ધરપકડ કરી છે. પરંતુ તેના પિતા નૈશાધ ફરાર છે

Next Story