Connect Gujarat
ગુજરાત

પોર્નોગ્રાફી કેસનું ગુજરાત કનેક્શન: શિલ્પા શેટ્ટીના મોબાઈલ અને આઇપેડની ફોરેન્સિક તપાસ ગાંધીનગરમાં થશે

પોર્નોગ્રાફી કેસનું ગુજરાત કનેક્શન: શિલ્પા શેટ્ટીના મોબાઈલ અને આઇપેડની ફોરેન્સિક તપાસ ગાંધીનગરમાં થશે
X

દેશભરમાં ચકચાર મચાવનાર પોર્નોગ્રાફીપ્રકરણની બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે. ત્યારે આ સોફટ પોર્નના રેકેટમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પણ ભૂમિકા તપાવવા માટે તેનાં મોબાઈલ, લેપટોપ, આઇપેડ જપ્ત કરી તપાસ એજન્સીએ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

અહીં આ ગેઝેટસનું ક્લોનિંગ કરીને બે-ત્રણ દિવસમાં રિપોર્ટ સુપરત પણ કરી દેવામાં આવશે. પોર્નોગ્રાફી કેસમાં બિઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ઝડપાયો છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી પણ આ રેકેટમાં સંડોવાયેલી છે કે નહીં એ દિશામાં મુંબઈ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ જ્યારે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારંબેને પત્રકાર પરિષદથી શિલ્પા શેટ્ટીના રાજ કુંદ્રાના વ્યવસાયમાં સામેલ થવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અભિનેત્રીની એમાં કોઈ ભૂમિકા મળી નથી, પરંતુ તેની તપાસ ચાલુ છે. જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચે છાપો મારી શિલ્પા શેટ્ટીના ઘરેથી અમુક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ જેમાં મોબાઈલ, લેપટોપ, આઇપેડ જપ્ત કર્યાં છે.

આ ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સને ગાંધીનગર એફએસએલ માટે લાવવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ક્લોનિંગ માટે લવાયેલાં આઇપેડ, ફોન અને લેપટોપની તપાસ કરી રિપોર્ટ બે દિવસમાં તૈયાર કરાશે. લેપટોપના કેટલાક જરૂરી ડેટા તેમજ ફોન પરના ચેટિંગ વગેરેની તપાસ ઝીણવટપૂર્વક એફએસએલમાં કરવામાં આવશે, જેમાં મોબાઈલ ચેટિંગ દરમિયાન રાજ કુન્દ્રા અને અશ્લીલ ફિલ્મોને લગતી તેમજ આ બિઝનેસ સાથે જોડાયેલી કેટલીક વાત સામે આવી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ક્રાઈમ બ્રાન્ચ માટે અનેક ભેદો ખોલી શકે છે. આ કેસમાં રાજ કુન્દ્રા અને તેની આજુબાજુ જોડાયેલી દરેક વ્યક્તિની તપાસ બારીકાઈથી કરવામાં આવી રહી છે.

Next Story