Connect Gujarat
ગુજરાત

પોરબંદર: અરબી સમુદ્રમાં ફિશિંગ બોટમાં ઇંધણ લીકેજ થતા લાગી આગ,7 માછીમારોને બચાવાયા

ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને એક ફિશિંગ બોટમાંથી બચાવ્યા, જે ગુજરાતના દરિયાકાંઠાથી આશરે 50 માઈલ દૂર અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે આગ લાગી હતી

પોરબંદર: અરબી સમુદ્રમાં ફિશિંગ બોટમાં ઇંધણ લીકેજ થતા લાગી આગ,7 માછીમારોને બચાવાયા
X

ભારતીય કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને એક ફિશિંગ બોટમાંથી બચાવ્યા, જે ગુજરાતના દરિયાકાંઠાથી આશરે 50 માઈલ દૂર અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે આગ લાગી હતી. માછીમારોને ગુજરાતના ઓખા ખાતે લાવવામાં આવી રહ્યા છે, તેમ કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું.

ભારતીય જળ સીમા નજીક બોટમાં આગ લાગી હતી. આજ સવારના સમયે લાગી બોટમાં આગ લાગી હતી. બોટના 7 ખલાસીનો કોસ્ટગાર્ડ જીવ બચાવ્યો. કૈલાસરાજ નામની બોટમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડ મદદે પહોંચ્યું હતું. આગ ઉપર કાબુ મળવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આગમાં બોટ બળીને ખાખ થઈ જતા જળ સમાધિ લીધી હતી. બોટમાં ડીઝલ લીકેજ થતાં આગ લાગી હતી. બોટના ઇજગ્રસ્ત માછીમારોને કોસ્ટગાર્ડે સારવાર આપી હતી. ખલાસીઓને ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા.

Next Story