Connect Gujarat
ગુજરાત

આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની શક્યતા,આપની ગુજરાત પર બાજનજર..

હાલમાં દેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે.

આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની શક્યતા,આપની ગુજરાત પર બાજનજર..
X

હાલમાં દેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર છે.આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવી એ ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપ માં જોડાવવા આમંત્રણ આપ્યું છે. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે.

આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની શક્યતા,આપની ગુજરાત પર બાજનજર..આ ઉપરાંત ગુજરાત AAPના નેતાઓએ છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, મહેશ વસાવા ની કેજરીવાલ સાથેની મુલાકાત સંભવિત ગઠબંધનને લઇને જોવાઈ રહ્યું છે તો મહેશ વસાવાએ દિલ્હીની સરકારી શાળાની મુલાકાત કરી હતી.દિલ્લીની સરકારની શાનદાર સરકારી શાળાઓની મુલાકાત લઈને મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવી શાળાઓ બને તો આદિવાસી સમાજમાં શિક્ષણની તકો વધારી શકાય છે.

Next Story