Connect Gujarat
ગુજરાત

પ્રાંતિજ : પેપર લીક કૌભાંડ મામલે પોલીસે મુખ્ય આરોપીના ભત્રીજાની પણ ધરપકડ કરી...

GSSSB હેડ ક્લાર્ક પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે સાબરકાંઠા પોલીસને વધુ એક સફળતા મળી છે.

પ્રાંતિજ : પેપર લીક કૌભાંડ મામલે પોલીસે મુખ્ય આરોપીના ભત્રીજાની પણ ધરપકડ કરી...
X

GSSSB હેડ ક્લાર્ક પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે સાબરકાંઠા પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી (Accused of head clerk paper leak)ના ભત્રીજાની પણ ધરપકડ કરી છે. આ ઉપરાંત અમરેલીના બાબરાના એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત બની ચૂકેલા પેપર લીક કૌભાંડ (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે સાબરકાંઠા પોલીસ દિન-પ્રતિદિન નવા-નવા ખુલાસાઓ કરી રહી છે. પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી રહી છે, ત્યારે આજે પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના ભત્રીજા (Accused of head clerk paper leak)ની અટકાયત કરવામાં આવી છે. સાથે સાથે અમરેલી સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા આરોપીને પણ પ્રાંતિજ કોર્ટ (prantij court sabarkantha)માં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠાના પ્રાંતિજના ઊછા ગામેથી શરૂ થયેલો પેપર લીક કૌભાંડ (gsssb paper leak scandal 2021) મામલો દિન-પ્રતિદિન સમગ્ર ગુજરાતના અન્ય જિલ્લાઓ સુધી પણ પહોંચી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે મુખ્ય આરોપીના ભત્રીજાને ઝડપી પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યું છે. તો પેપર લીક કૌભાંડ અને અમરેલી સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા આરોપીને પણ ઝડપી લઇ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયો છે. જોકે, અગાઉના 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાના પગલે આજે એક સાથે 5 આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે (sabarkantha district police in Paper leak case) અત્યાર સુધીમાં 21 જેટલા આરોપીઓને ઝડપી ઊંડાણપૂર્વકની તજવીજ હાથ ધરે છે. 1કરોડથી વધુના મુદ્દામાલ સાથે આ સમગ્ર કૌભાંડ અમદાવાદના સાણંદ અને સુરતથી અમરેલી સુધી પહોંચવાના તાર ખુલી રહ્યા છે. મુખ્ય આરોપીના ભત્રીજા દેવલ પટેલને સાબરકાંઠા જિલ્લા પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ સમગ્ર કૌભાંડ મામલે વધુ એક સનસનીખેજ ખુલાસા સાથે પ્રાંતિજ કોર્ટમાં અમરેલીના બાબરાના આરોપીને રજૂ કરવામાં આવ્યો છે. જોકે, આગામી સમયમાં અમરેલી જિલ્લા સહિત અન્ય સનસનીખેજ ખુલાસા થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે. જોકે, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષા રદ્દ કરાઇ હોવા છતાં આ મામલે પેપર લીક (gsssb head clerk exam paper leak) કરનારા તત્વો સામે આગામી સમયમાં વધુ સનસનીખેજ ખુલાસો થાય તો નવાઇ નહીં.


Next Story