Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રપતિ પદના બને ઉમેદવાર ગુજરાતમાં, યશવંત સિંહા આવતીકાલે તો દ્રૌપદી મુર્મુ 13 તારીખે આવશે

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 115 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી 28 માન્ય રાખ્યા છે.

રાષ્ટ્રપતિ પદના બને ઉમેદવાર ગુજરાતમાં, યશવંત સિંહા આવતીકાલે તો દ્રૌપદી મુર્મુ 13 તારીખે આવશે
X

આગામી 18મીએ ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાનાર છે તે પૂર્વે આવતીકાલે યુપીએ સરકારના સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતસિંહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ કોંગ્રેસના ધારાસભ્યોને મળીને તેમની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે. જ્યારે આગામી તારીખ 13 મી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાત આવી રહ્યા છે.

યશવંત સિંહા આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોને મળીને તેમની તરફેણમાં મતદાન કરવા સમજાવશે. યશવંત સિંહા ગાંધીનગરમાં ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કરેલુ છે.13મીએ દ્રૌપદી મુર્મૂ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધારાસભ્ય ની સાંસદોને બોલાવ્યા છે. જ્યાં તેઓ તેમની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરશે. આગામી તારીખ 18મી વિધાનસભાનું એક દિવસનું સત્ર રાષ્ટ્રપતિની ચૂંટણી ને લઈને બોલાવવામાં આવશે.

જેમાં તમામ ધારાસભ્યોને સાંસદોને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવશે અને અઢી લાઇનની વ્હિપ પણ જાહેર કરવામાં આવશે.રાજ્યસભા સચિવાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 115 ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાંથી 28 માન્ય રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી 18મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મતદાન થશે અને 21મીએ મતગણતરી હાથ ધરાશે.

Next Story
Share it